You are here: Home > Child Care & Pregnancy > Child Psychology & Parenting > Happy Parenting Shreni
લેખક : સમીરા દેખૈયા પત્રાવાળા
Author : Sameera Dekhaiya Patrawala
202.00
225.00 10% off
માતા કે પિતા બનવું દરેકના જીવનનો અતૂટ હિસ્સો હોય છે. પેરેન્ટિંગ તો દરેક માતા-પિતા પોતપોતાના જ્ઞાન અને અનુભવને આધારે કરી જ લેતાં હોય છે. આ છતાં બાળઉછેરમાં જરૂરી એવી કેટલીક વાતો ચૂકી જવાય છે. એવી કઈ વાતો છે જે ગર્ભમાં ઉછરતાં બાળકથી લઈને ટીનએજમાં પ્રવેશેલા બાળકને ઉછેરવામાં મદદરૂપ થઈ શકે? મા-બાપ ક્યારેય ઉછેરમાં ભૂલો કરી શકે? ડિજિટલ યુગમાં પ્રવેશેલા સંતાનોની મથામણ શું હોય ? સોશિયલ મીડિયાએ જ્યાં દેશવિદેશની રેખાઓ ભૂંસી છે ત્યાં કુટુંબની સાચી વ્યાખ્યા શું હોઈ શકે?
પ્રસ્તુત છે આ સઘળાં પ્રશ્નોના જવાબ શોધતી ‘હેપ્પી પેરેન્ટિંગ‘ની આ અનોખી શ્રેણી, જેમાં એક બેઠકે વાંચી શકાય એવી પાંચ અલગ - અલગ પુસ્તિકાઓ છે: (૧) માનો જન્મ
(૨) પિતાનો જન્મ (૩) ભૂલોનું ભણતર (૪) કુટુંબ અને બાળક (૫) ડિજિટલ દુનિયા.
સંતાનોના ઉછેર અંગેની મહત્વની પણ, કલ્પનામાં ય ન હોય એવી બાબતો મા-બાપ અને સંતાનો વચ્ચેના સંવાદો, પ્રસંગોના ચિત્રણથી સમજાવવામાં આવી છે. સાથે મા-બાપો શું ભૂલ કરે છે અને કઈ રીતે સુધારી શકાય એ પણ ઉદાહરણો સાથે સમજાવવામાં આવ્યું છે. માતા-પિતા માટેની કેટલીક બહુમૂલ્ય ટિપ્સનો પણ સમાવેશ આ પુસ્તક-શ્રેણીમાં કરવામાં આવ્યો છે.
In Gujarat on orders over 299/-