You are here: Home > History, Culture, Politics & Public Administration > Indian History & Freedom Movement > The Emergency ~ Gujarati
લેખક : સૌરભ શાહ
Author : Saurabh Shah
506.00
595.00 15% off
ભારતીય લોકશાહીના ઇતિહાસનું કલંકિત પ્રકરણ એટલે 1975માં દેશ પર થોપવામાં આવેલી કટોકટી. 1975ની જૂનની 25મીએ આખા દેશ પર લાદવામાં આવેલી ઇમરજન્સીનો 19 મહિનાનો કાળ ભારત માટે ઘનઘોર અંધકારયુગ હતો. નાગરિકોના મૂળભૂત અધિકારો અને માનવઅધિકારો સુદ્ધાં તત્કાલિન શાસકો દ્વારા છીનવી લેવાયા હતા. સેંકડો નિર્દોષ લોકો શાસનના અત્યાચારોનો ભોગ બન્યાં, અનેકોને જેલોની કાળકોટડીમાં કેદ કરવામાં આવ્યા. તે વખતના શાસકોએ આ દેશને બાપીકી જાગીર હોય એ રીતે વાપર્યો હતો, રગદોળ્યો હતો. આજની પેઢી આ પ્રકરણથી ઘણેઅંશે અજાણ છે. નવી પેઢીને અને જેમણે આ દિવસો જોયા હતા, ભોગવ્યા હતા, એમને પણ ભારતીય ઈતિહાસના આ કાળા દિવસો દરમિયાન શું બન્યું હતું એની સિલસિલાબંધ તવારીખ કહેતું બહુમૂલ્ય પુસ્તક.
વાંચીને રૂંવાડા ખડા થઈ જાય એવા રોમાંચક થ્રિલરની શૈલીમાં લખાયેલા આ ઐતિહાસિક દસ્તાવેજનો અદ્દભુત અનુવાદ લોકપ્રિય સર્જક સૌરભ શાહે કર્યો છે.
****
આ મૂલ્યવાન પુસ્તક અંગે ગુજરાતનાં આગેવાન પત્રકારોના પ્રતિભાવો જાણવા માટે ઉપર આપેલી પુસ્તકની ''''''''બેક ઇમેજ'''''''' zoom કરશો.
In Gujarat on orders over 299/-