You are here: Home > History, Culture, Politics & Public Administration > Indian History & Freedom Movement > Kashmiri Panditoni Rundhayeli Chiso
લેખક : જિજ્ઞેશ અધ્યારૂ
Author : Jignesh Adhyaru
169.00
199.00 15% off
પૃથ્વી પરનું સ્વર્ગ કહેવાતું કાશ્મીર હંમેશા સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે, પણ એના મૂળ રહેવાસીઓ એવા કાશ્મીરી પંડિતોનાં આક્રંદની ચીસો રાજકીય કારણોસર હંમેશ માટે રૂંધી નાખવામાં આવી. એક-બે નહીં, પૂરી સાત વખત જઘન્ય અત્યાચાર, નરસંહારનો ભોગ બનેલા આ બદનસીબોએ પહેરેલે કપડે પોતાનો જન્મભૂમિનો ત્યાગ કરવા મજબૂર થવું પડ્યું, અને પોતાનાં જ દેશમાં નિરાશ્રિત બનીને દોજખ જેવું જીવન જીવવું પડ્યું. અત્યાર સુધી દબાવી રખાયેલા, અત્યાચારના આ કાળા ઇતિહાસ પર ઢાંકેલા પરદા હવે ઉઠી રહ્યા છે. 370ની કલમ રદ થયા બાદ ‘કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મથી ઉઠેલા લોકજુવાળને પરિણામે, આ વેદનાને વિશ્વમંચ પર સ્થાન મળ્યું છે.
‘કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ પછી લેખક જીજ્ઞેશ અધ્યારૂએ ફેસબૂક પર લખેલા લેખો વાચકોને ખૂબ ગમ્યા હતા, જેના પરિપાકરૂપે આ પુસ્તક તૈયાર થયું છે. પુસ્તકમાં કાશ્મીરનો ટૂંકો ઇતિહાસ અને સાથે કાશ્મીરી પંડિતો પર ગુજરાવામાં આવેલા દમનની આ ખોફનાક દાસ્તાન મનને વિચલિત કરી મૂકે એવી છે. જહેમતપૂર્વક ઊંડું ઐતિહાસિક સંશોધન કરીને લખાયેલાં આ પુસ્તકમાં પંડિતોનો નરસંહાર, બળજબરીપૂર્વક કરવામાં આવેલું ધર્માંતરણ, એમનું પલાયન, કેટલીક કમકમાટી ઉપજાવે એવી ઘટનાઓ તો કેટલીક અણજાણી હકીકતો સમાવી લેવાઈ છે.
In Gujarat on orders over 299/-