You are here: Home > History, Culture, Politics & Public Administration > Indian History & Freedom Movement > Adadhi Ratre Azadi ~ Freedom at Midnight
લેખક : લેરી કોલિન્સ
Author : Larry Collins
719.00
799.00 10% off
ખાસ નોંધ : ભારતની આઝાદી પરના જગમશહૂર અંગ્રેજી પુસ્તક ‘Freedom at midnight’નો ગુજરાતી અનુવાદ આ જ નામે વરસો અગાઉ શ્રી અશ્વિની ભટ્ટે કર્યો હતો. આ તે જ મૂળ અંગ્રેજી પુસ્તકનો અનુવાદ છે, પણ અશ્વિની ભટ્ટનો અનુવાદ નથી. આ પુસ્તકનો અનુવાદ નવેસરથી થયો છે, જેના અનુવાદક ચિરાગ ઠક્કર ‘જય’ છે.
****
ભારતને આઝાદી મળી તેનાં કારણો શું હતાં? તે સમયે ઈંગ્લેન્ડની પરિસ્થિતી કેવી હતી? આઝાદી પહેલાંનું ભારત કેવું હતું? મહાત્મા ગાંધીએ દેશના વિભાજનનો વિરોધ કર્યો હતો? આઝાદીની તારીખ કેવી રીતે નક્કી કરવામાં આવી હતી? અખંડ ભારત તેમજ તેની તમામ સ્થાવર અને જંગમ મિલકતોની વહેંચણી કેવી રીતે કરવામાં આવી હતી? માનવઈતિહાસની સૌથી મોટી હિજરત કેવી હતી? હિજરતીઓએ કેટલું વેઠવું પડ્યું હતું? આઝાદી સમયે જ ભારત-પાકિસ્તાન વચ્ચે કાશ્મીરના મુદ્દે ઘર્ષણ કેમ થયું? શા માટે ભારતના અંતિમ વાઈસરોય લોર્ડ માઉન્ટબેટનને જ સ્વતંત્ર ભારતનના પ્રથમ ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા? કેવી રીતે થઈ ગાંધીજીની હત્યા? ભારત અને પાકિસ્તાન એવું વિભાજન નાબૂદ કરીને અખંડ ભારતની સ્થાપના માટે ગાંધીજી શું કરવા ઈચ્છતા હતા ?
લાંબા સંશોધન પછી, આવા અસંખ્ય પ્રશ્નોના મેળવાયેલા આધારભૂત ઉત્તરો એટલે ખ્યાતનામ અંગ્રેજી પુસ્તક ‘Freedom at midnight’નો આ ગુજરાતી અનુવાદ.
In Gujarat on orders over 299/-