You are here: Home > Religion, Spirituality & Philosophy > krishna > Shri Krushna Kahe Chhe
લેખક : વિરલ વસાવડા
Author : Viral Vasavada
89.00
99.00 10% off
ભગવાન શ્રીકૃષ્ણનાં સમગ્ર વિચારોમાંથી શ્રેષ્ઠ વિચારોનો અનોખો સંગ્રહ!
આ પુસ્તકમાં ભગવાન શ્રીકૃષ્ણનાં વિચારોમાંથી તારવેલું નવનીત આપ્યું છે. ભગવતગીતા ઉપરાંત મહાભારત અને શ્રીમદ ભાગવત મહાપુરાણ સહિતનાં ગ્રંથોમાંથી ભગવાન શ્રીકૃષ્ણનાં ઉપદેશોમાંથી ચૂંટીને અનોખો સંચય આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે.
પુસ્તકમાં આપેલા કેટલાક વિચારરત્નો:
* વ્યક્તિ તેની માન્યતાનું સર્જન છે. જેવું વિચારશો તેવા બનશો. * ઇચ્છાઓ જેટલી ઓછી, સુખ તેટલું વધું. * જાતને ક્યારેય ઓછી ન આંકો. દ્રઢ મનોબળ થકી પોતાનો વિકાસ કરો. * સુખ-દુઃખ ઋતુઓ જેવા છે, એ આવતાં-જતાં રહે છે. * તમારો અધિકાર તમારા તીર પર છે, તમારી દૃષ્ટિ પર છે, પરંતુ એ મૃગ પર નથી જેના તરફ તમે તીર ચલાવો છો. * તમામ વૃત્તિઓ પરમાત્મામય બની જાય તેનું નામ સમાધિ. * સંસાર છોડીને ભાગી જવું એ સાચો સંન્યાસ નથી. વાસ્તવમાં ગૃહસ્થાશ્રમ જ શ્રેષ્ઠ છે. * સમય સાથે બધું જ નાશ પામશે. સમય તમને ખાઇ જાય એ પહેલા એને સદુપયોગ કરો. * મન એ વ્યક્તિનું મિત્ર પણ છે અને શત્રુ પણ. માટે મનને કેળવતા શીખો. * અકારણ ઉદ્વેગ શા માટે કરો છો ? તમને કોનો ભય છે ? તમને કોણ મારી નાખવાનું છે ? આત્મા અમર છે. એ ક્યારેય જન્મતો પણ નથી અને ક્યારેય મરતો પણ નથી.
In Gujarat on orders over 299/-