You are here: Home > Religion, Spirituality & Philosophy > krishna > Krushnarth
કૃષ્ણ વિશે લખાયું છે એટલું બીજા કોઈ અવતાર માટે લખાયું નથી. હિંદુઓ ભગવાન શ્રીકૃષ્ણની પૂજા અને આરાધના તો કરે જ છે પણ સાથે ‘પ્રેમ’ પણ કરે છે. પ્રિયતમ તો અનામી પણ હોય અને એના માટે હજારો નામ પણ ઓછાં પડે. પ્રિય કાનુડાનાં ૧૦૧ નામો એટલે કાનુડાનું ૧૦૧ રીતે નામસ્મરણ. આ પુસ્તકમાં ભગવાન શ્રીકૃષ્ણનાં વિવિધ નામો કઈ રીતે પડ્યા, તેની પાછળની કથાઓ શું છે, જે તે નામો પાછળ શાસ્ત્રોમાં ક્યાં સંદર્ભો આપવામાં આવ્યા છે તેની ચર્ચા સરળ ભાષામાં કરવામાં આવી છે.
સાહિત્યની ધરતી પર કોઈને કોઈ પુસ્તકસ્વરૂપે કૃષ્ણ અવતરતા જ રહે છે. ‘કૃષ્ણાર્થ’ એટલે કૃષ્ણનામની સમજણ આપતો સહિત્યાવતાર ! માત્ર ગુજરાતી જ નહીં, વિશ્વની તમામ ભાષાઓમાં સૌ-પ્રથમવાર શ્રીકૃષ્ણનાં ૧૦૧ નામોની ભાવસભર અર્થમીમાંસા આ પુસ્તકમાં રજૂ કરવામાં આવી છે.
In Gujarat on orders over 299/-