You are here: Home > Inspirational, Self Help & Reflective > Love & Marriage > Lagn Mangal
લગ્ન એટલે જીવનના સૌથી મહત્વના પ્રસંગોમાંનો એક. લગ્ન એક પ્રાચીન સામાજિક વ્યવસ્થા છે જેનાં મૂળ ઊંડાં છે. હિંદુ લગ્નવિધિ અને તેની પરંપરાનો એક ઇતિહાસ પણ છે અને વિધિઓ પાછળનું વિજ્ઞાન પણ. સમગ્ર લગ્નપ્રસંગ અને તેની સાથે સંકળાયેલી શાસ્ત્રોક્ત વિધિઓ અનેરું મહત્વ ધરાવે છે. લગ્નની વિધિઓ તો પ્રચલિત છે પણ, તે પાછળના કારણો તેમ જ લગ્નવ્યવસ્થાનું ઐતિહાસિક મહત્વ આ પુસ્તકમાં સમજાવવામાં આવ્યા છે. લગ્નવિધિ સાથે સંકળાયેલા સામાજિક રિવાજો, લગ્નગીતો, વૈદિક વિચારથી કર્મકાંડ સુધી વિસ્તરેલી લગ્ન વિભાવનાની તલસ્પર્શી સમજ આપવામાં આવી છે. જન્માક્ષર મેળવવામાં આવે ત્યારથી લઈને સગાઇથી લગ્ન સંપન્ન થાય ત્યાં સુધીની વિધિઓ અને રિવાજોને આવરી લેવાયા છે. લગન આપણી મહાન કૌટુંબિક વ્યવસ્થા એવી લગ્ન પરંપરાનો પરિચય કરાવતું એક અનોખું પુસ્તક.
In Gujarat on orders over 299/-