You are here: Home > Inspirational, Self Help & Reflective > Love & Marriage > Hu + Tu = Aapane
લેખક : કાજલ ઓઝા વૈદ્ય
Author : Kajal Oza Vaidya
472.00
525.00 10% off
સર્જક કાજલ ઓઝા વૈદ્યના લોકપ્રિય પુસ્તક ‘વહાલી આસ્થામાં પિતા-પુત્રીના સંવાદનું પત્રો રૂપે આલેખન કરાયેલું છે. આ પુસ્તક ‘હું + તું = આપણે’ એક રીતે જોવા જાવ તો ‘વ્હાલી આસ્થા’ની સિક્વલ છે. પિતાને ત્યાંથી સંવાદની સમજણ લઈને આવેલી આસ્થા પોતાના પતિ નમનને પણ આ સંવાદ શીખવવાનો પ્રયાસ કરે છે.
માધ્યમ ગમે તે હોય પરંતુ બે વ્યક્તિ વચ્ચે જ્યારે ‘સંવાદ’ થાય છે ત્યારે ગેરસમજણ દૂર થાય છે અને પરસ્પર વિશે તથા પોતાના વિશે પણ સમજણ પ્રગટે છે.
આ પુસ્તક એક પ્રયાસ છે, આજના આધુનિક દાંપત્યને સમજવાનો અને સમજાવવાનો... લગ્નસંસ્થાનો પ્રયાસ બે તદ્દન ભિન્ન વ્યક્તિત્વોને એકબીજાની સાથે બાંધવાનો નથી બલ્કે બંનેમાં રહેલા આગવા ગુણો અને પ્રતિભાને સાંધીને એમાંથી વધુ તેજસ્વી, વધુ ઊજ્જવળ નવી પેઢીનું નિર્માણ કરવાનો છે. આ સિનર્જી છે. બે એનર્જીને એકઠી કરીને એમાંથી કશું ઉત્તમ નિપજાવવાનો સમાજનો પ્રયાસ સમજાય તો આપણને આપણા શાસ્ત્રો અને આપણી પરંપરા સમજાય. આ પુસ્તકમાં લખાયેલા પત્રો આસ્થા અને નમનના પાત્રો દ્વારા આપણે આપણા સંબંધો કે દાંપત્યમાં ડોકિયું કરી શકીએ.
આ પત્રો માત્ર આસ્થા કે નમને, એકબીજાને નથી લખ્યા. આ પત્રો આપણે લખ્યા છે. આપણા જીવનસાથીને... આ પત્રોમાં અપેક્ષા છે, ઉપેક્ષા છે, આદર-અનાદર, અહંકાર અને અનહદ સ્નેહ પણ છે. જેમ, મેઘધનુષના સાત રંગો હોય એમ દાંપત્યના સાત વચનના સાત રંગો આ પત્રોમાંથી છલકાય છે.
In Gujarat on orders over 299/-