You are here: Home > Children-Young Adults > Young Adults > Adventure, Mystery & Science Fiction > Robin Hood
બારમી સદીના અંધાધૂંધીભર્યા ઇંગ્લેન્ડમાંથી જયારે રાજા રિચાર્ડ શત્રુઓ સામે લડવા ગયો ત્યારે લૂંટારાઓ અને જુલમીઓનું રાજ થઇ પડ્યું. એમણે ગરીબોને લૂંટવા અને રંજાડવામાં કંઈ જ બાકી ન રાખ્યું. એ સમયે એક શૂરવીર નામે રોબીન હૂડ આ જાલિમો સામે મેદાને પડ્યો. એને એકથી એક ચડિયાતા સાથીદારો પણ મળ્યા. રાજા રિચાર્ડ વિજય મેળવી પાછો આવ્યો ત્યાં સુધીમાં રોબીન હૂડ અને એના સાથીદારોએ દુશ્મનોને ધૂળ ચાટતા કરી દીધા.
પહેલીવાર 1883માં પ્રસિદ્ધ થયેલી આ કથા અને એનું આ પાત્ર રોબીન હૂડ જગતના સાહિત્યવારસામાં અમર સ્થાન પામ્યાં છે. અનેક ભાષાઓમાં અનુવાદ પામેલી આ કૃતિએ દુનિયાભરના બાળકો, કિશોરોને ઘેલું લગાડ્યું હતું, જેનો કિશોરભોગ્ય, સરળ સંક્ષેપ પ્રેમનાથ મહેતાએ કર્યો છે.
In Gujarat on orders over 299/-