You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > True Accounts > Jindagi Jindagi
લેખક : વિજયગુપ્ત મૌર્ય
Author : Vijaygupt Maurya
270.00
300.00 10% off
જગતના ઇતિહાસમાં કેટલીક સત્યઘટનાઓ હંમેશ માટે અવિસ્મરણીય બની ગઈ છે. આ એક એવી જ વિશ્વવિખ્યાત અને અસાધારણ સત્ય-સાહસકથા છે. વિજયગુપ્ત મૌર્યનું આ પુસ્તક વરસોથી લોકપ્રિય રહ્યું છે. અગાઉ મેગેઝિન સ્વરૂપમાં આવતા પુસ્તકની આ સંવર્ધિત આવૃત્તિ છે.
***
13 ઓક્ટોબર 1972ના દિવસે દક્ષિણ અમેરિકાના ઉરૂગ્વે દેશની રગ્બીટીમ એક ટુર્નામેન્ટ રમવા માટે પ્લેનમાં ચિલી જઈ રહી હતી. એમનું પ્લેન એન્ડીઝની પર્વતમાળા ઓળંગતી વખતે બર્ફીલા પહાડો પર તૂટી પડ્યું. કેટલાક મુસાફરો ત્યાંજ મૃત્યુને ભેટ્યા, અને એ સમયે જે લોકો બચી શક્યા, એમનો મૃત્યુ સામેનો ખોફનાક જંગ શરુ થયો. 11,000 ફૂટની ઉંચાઈએ, દુર્ગમ અને ખતરનાક પહાડોમાં, -35 ડિગ્રી જેવી હાડ ગાળી નાખતી ઠંડીમાં, એમની પાસે નહોતું ભોજન કે નહોતી કોઈ મદદની આશા. માત્ર મૃત્યુની રાહ જોવાની હતી. મોતને પાછું ઠેલવા માટે, વિચારીને પણ કમકમાટી છૂટે એવું કામ એમણે કરવું પડ્યું : એમણે પોતાના મૃત સાથીઓનાં શબનું માંસ ખાઈને દિવસો પસાર કરવાનું શરુ કર્યું. દરમિયાન, બરફનાં તોફાન અને વિષમ વાતાવરણે અન્ય કેટલાક સાથીઓનો ભોગ લીધો. આશરે બે મહિના સુધી પહાડોમાં નરકની યાતના ભોગવ્યા પછી, રગ્બી ટીમના બે સભ્યોએ મદદ મેળવવા માટે અશક્ય લાગે એવી મુસાફરી શરુ કરી. સતત દસ દિવસ દુર્ગમ પહાડોમાં, મોતને મુઠ્ઠીમાં લઈને, ભટકીને, આરોહણ કરીને, છેવટે પ્લેન ક્રેશ થયાના 72મા દિવસે એમને મદદ મળી. આ બંને નરબંકાઓ એમના બાકીના સાથીદારોને પણ બચાવવામાં સફળ રહ્યા. પ્લેન પર સવાર 45 મુસાફરોમાંથી છેવટે 16 નસીબદાર માનવીઓ નવજીવન પામ્યા. રગ્બી ટીમના ખેલાડીઓની એક અપ્રિતમ સાહસની, અને માની ન શકાય એવા ચમત્કારની આ કથા દાયકાઓથી દુનિયાભરમાં વંચાતી આવી છે.
મનુષ્યની તીવ્ર જિજીવિષા અને આખરી શ્વાસ સુધી લડવાનું જોમ મૃત્યુને પરાસ્ત કરી શકે છે. જીવનમાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરતા લોકોને પ્રેરણા આપતી આ સર્વકાલીન મહાન સત્યકથા પરથી અનેક ફિલ્મો અને ટીવી ડોક્યુમેન્ટરીઓ પણ બની છે. પુસ્તકમાં ઐતિહાસિક તસ્વીરો છે, જેમાં પ્લેનના બચી ગયેલા પ્રવાસીઓએ લીધેલી તસ્વીરો પણ સામેલ છે.
In Gujarat on orders over 299/-