You are here:  Home  >   Children-Young Adults   >   Young Adults   >   Adventure, Mystery & Science Fiction   >   The Heisenberg Effect ~ Gujarati

  • The Heisenberg Effect ~ Gujarati
    Click image to zoom

ધ હાઈઝનબર્ગ ઇફેક્ટ : સમયયાત્રાની અનોખી કથા

લેખક : જિગર સાગર

The Heisenberg Effect ~ Gujarati

Author : Jigar Sagar

 360.00    
 400.00   10% off

  Add to Cart

ABOUT BOOK


જર્મનીની એક યુનિવર્સિટીના ક્વોન્ટમ ફિઝિક્સના પ્રોફેસર ડૉ. રંગરાજન, નોબેલ પ્રાઇઝવિજેતા છે. અથાગ મહેનત અને ઊંડા સંશોધન બાદ તેમણે બનાવ્યું છે વિજ્ઞાનીઓ માટે સ્વપ્ન ગણાતું ટાઇમ મશીન. દુનિયાથી ગુપ્ત એવા આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને કાર્યરત કરવા તેમને જરૂર છે એક તેજસ્વી અને વિશ્વાસપાત્ર વિદ્યાર્થીની.

આ જ યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ માટે દુનિયાના 20 શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ જોડાય છે, જેમાં છે ભારતનાં આરવ અને આરોહી. જર્મન વૈજ્ઞાનિક હાઇઝનબર્ગને પોતાનો આદર્શ માનતો આરવ ક્વોન્ટમ ફિઝિક્સમાં ખૂબ ઊંડી રુચિ અને રસ ધરાવે છે. એનું પણ સપનું છે ટાઇમ મશીન બનાવવાનું. બીજી તરફ આ જ બૅચના જર્મન વિદ્યાર્થી કાર્લ પાસે પોતાના દાદાના ભૌતિકવિજ્ઞાનના જ્ઞાનનો અખૂટ વારસો છે. તેનું સ્વપ્ન પણ ટાઇમ ટ્રાવેલ કરી દુનિયા બદલવાનું છે. અભ્યાસક્રમ દરમિયાન ડૉ. રંગરાજનને આરવની પ્રતિભાનો પરિચય થતાં તેને પોતાના સંશોધન વિશે વાત કરે છે અને બંને ભેગા મળી ટાઇમ ટ્રાવેલના અસંભવ લાગતા વિચારને સંભવ બનાવવા તરફ આગેકૂચ કરે છે, પરંતુ મહત્ત્વાકાંક્ષી કાર્લ પોતાના વગદાર પિતાની મદદથી ડૉ. રંગરાજનના પ્રોજેક્ટ વિશે જાણી ટાઇમ મશીનનો દુરુપયોગ કરવાનો પ્રયત્ન કરે છે.

નવલકથામાં આવે છે રસપ્રદ વળાંક. ડૉ. રંગરાજન કે આરવ? ટાઇમ ટ્રાવેલ કોણ કરી શકશે? શું કાર્લ પોતાના બદઇરાદા પાર પાડવામાં સફળ થશે? ટાઇમ ટ્રાવેલ જેવા રોમાંચક વિચાર પર લખાયેલી આ વાર્તા ભૌતિક ક્રાંતિના જન્મદાતા ગણાતા જર્મનીની સુંદર વર્ણનાત્મક સફર કરાવે છે. સાથે આલ્બર્ટ આઇન્સ્ટાઇન અને હાઇઝનબર્ગ જેવા મહાન વૈજ્ઞાનિકોનાં સંશોધનોની ઊંડાણપૂર્વક સમજૂતી સાથે બીજા વિશ્વયુદ્ધનો કારમો રાજકીય ઇતિહાસ પણ આપણી સમક્ષ મૂકે છે.

સમયયાત્રા કરવાની માણસની કલ્પનાને સાકાર કરતી આ નવલકથા આશ્ચર્યજનક ઘટનાઓ અને રસાળ પ્રવાહ દ્વારા અનોખો કથાપટ સર્જી વાચકોમાં કુતૂહલ જગાડી સંતોષ પમાડે છે.



DETAILS


Title

The Heisenberg Effect ~ Gujarati

Author

Jigar Sagar

Publication Year

2024

ISBN

9788198028020

Pages

206

Binding

Paperback

Language

Gujarati


Icon
Free Shipping

In Gujarat on orders over 299/-

Icon
Express Courier Service

You may also like

Jindagi Jindagi

Jindagi Jindagi

Vijaygupt Maurya     300.00
BuyDetails

Jindagi Jindagi

270.00    300.00
The Canterville Ghost ~ Gujarati

The Canterville Ghost ~ Gujarati

Oscar Wilde     75.00
BuyDetails

The Canterville Ghost ~ Gujarati

67.00    75.00
Sahsik Safaro : Sachi Sahaskathao

Sahsik Safaro : Sachi Sahaskathao

Yashvant Mehta     200.00
BuyDetails

Sahsik Safaro : Sachi Sahaskathao

180.00    200.00
Jignasa Ane Kautuk Vol. 1 - 5 Set

Jignasa Ane Kautuk Vol. 1 - 5 Set

Harsukh Thanki     400.00
BuyDetails

Jignasa Ane Kautuk Vol. 1 - 5 Set

360.00    400.00
Vishvana Mahila Antrikshyatri

Vishvana Mahila Antrikshyatri

Kishor Pandya (Dr)    
BuyDetails

Vishvana Mahila Antrikshyatri

225.00   
Bhoyarana Bhomiya

Bhoyarana Bhomiya

Harsh Mesvaniya     275.00
BuyDetails

Bhoyarana Bhomiya

247.00    275.00
Vignanni Vato

Vignanni Vato

Nagendra Vijay     500.00
BuyDetails

Vignanni Vato

425.00    500.00
Sinh Vaghni Sobatma

Sinh Vaghni Sobatma

Vijaygupt Maurya     380.00
BuyDetails

Sinh Vaghni Sobatma

342.00    380.00