You are here: Home > History, Culture, Politics & Public Administration > Indian History & Freedom Movement > Breaking India ~ Gujarati
લેખક : રાજીવ મલ્હોત્રા
Author : Rajiv Malhotra
449.00
499.00 10% off
મૂળ અંગ્રેજીમાં 2011માં પ્રસિદ્ધ થયેલાં આ પુસ્તકે ખળભળાટ મચાવ્યો હતો. કારણ : છેલ્લા ત્રણ સૈકાઓથી આજ સુધી, કોલોનિઅલ ગુલામ માનસ ધરાવતા વિદેશી-ભારતીય વિદ્વાનો, શિક્ષણવિદ્દો, ઈતિહાસકારો દ્વારા ભારતીય તથા સનાતન સભ્યતા અને સંસ્કૃતિને કોઈ ને કોઈ રીતે હીન કક્ષાની ચીતરવાના, એની સામે વિશ્વભરના મીડિયા અને અન્ય પ્લેટફોર્મ્સ પર ઝેર ઓકવાના, ભારતીય સમાજમાં ભંગાણ પાડવાના સુનિયોજિત પ્રયત્નો થતા આવ્યા છે. દુનિયાનો કોઈ સમાજ ત્રુટીઓથી મુક્ત ન હોઈ શકે પણ, કોઈ એક સમાજ અને સભ્યતા પર આવું બૌદ્ધિક આક્રમણ થયાનો જોટો ઇતિહાસમાં જડવો મુશ્કેલ છે. કમનસીબે, સરેરાશ ભારતીય અત્યાર સુધી પોતાના પર થતા આ આક્રમણ અંગે સભાન નહોતો. એક હજાર વર્ષની ગુલામી ભોગવ્યા પછી ભારતીય જનમાનસમાં ઘર કરી ગયેલી લઘુતાગ્રંથિને પડકારવાનો, અત્યાર સુધી ઘોરનિંદ્રામાં રહેલા સામાન્ય ભારતીયને ઢંઢોળવાનો પ્રયત્ન આ પુસ્તક થકી કરવામાં આવ્યો છે.
કુલ ઓગણીસ પ્રકરણોમાં વહેંચાયેલા આ પુસ્તકને લખવા પાછળ અથાક પરિશ્રમ અને જબરદસ્ત સંશોધન કરવામાં આવ્યું છે. આ પુસ્તકની મૂળ અંગ્રેજી આવૃત્તિમાં પંચોતેર પાનાં ભરીને એડ-નોટ્સ અને સાઠ પાનાં ભરીને તો સંદર્ભો છે. પુસ્તકના પાને પાને લેખકની જહેમત નજરે ચડે છે. ઇતિહાસના અનેક સંદર્ભો ટાંકવામાં આવ્યા છે. ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ઇતિહાસનાં ચારિત્ર્યહનનની આ પ્રવૃતિમાં વિશ્વભરની મહાસત્તાઓ, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાનો અને કહેવાતી સેવા-સંસ્થાઓએ કેવો ભાગ ભજવ્યો છે, એનો હકીકતો, માહિતીઓ અને પુરાવાઓ સાથે પર્દાફાશ કરવામાં આવ્યો છે. અત્યંત વૈભવશાળી જીવનનો ત્યાગ કરીને લેખક રાજીવ મલ્હોત્રા સીમારક્ષા કરતા સૈનિકની જેમ જ બૌદ્ધિક શસ્ત્રોથી એમના વહાલા દેશનું રક્ષણ કરવા મેદાને પડ્યા છે. ત્રીસેક વરસનું એમનું વિશાળ, વિસ્તૃત, પેનોરેમિક અભ્યાસફલક આશ્ચર્ય પમાડે છે.
અત્યારે પરિવર્તનનો દોર ચાલી રહ્યો છે અને છેલ્લા બે દાયકામાં ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાની ક્રાંતિ થકી લોકોના માહિતીસ્ત્રોતોમાં અનેકગણો વધારો થયો છે. અનેક ભારતીયોને દેશનો સાચો ઈતિહાસ સમજવામાં, ભારતની ગૌરવવંતી સનાતન પરંપરા અને સંસ્કૃતિને સમજવામાં રસ પડ્યો છે, એવા સમયે આ પુસ્તક ભારત સામેના આ બૌદ્ધિક આક્રમણ પાછળના ઈરાદાઓને સમજવા દીવાદાંડીની ગરજ સારે એવું છે.
*******
આ પુસ્તક અંગેના કેટલાંક મહત્વનાં અવલોકનો વાંચવા માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ zoom કરશો.
In Gujarat on orders over 299/-