You are here: Home > Children-Young Adults > Young Adults > Stories for Young Adults > Mulla Nasaruddinna Adbhut Kissao
લેખક : દર્શાલી સોની
Author : Darshali Soni
113.00
125.00 10% off
માત્ર બાળકો જ નહી, વાર્તાઓ તો અબાલવૃદ્ધ સહુ કોઈને ગમે છે. આ પુસ્તક પણ માત્ર બાળકો માટે નથી. જેનામાં બાળક જીવંત છે તેવા તમામ માણી શકે એવી, રમુજ સાથે બોધ આપતી મસ્ત કથાઓનો આ રસથાળ છે. કથાઓની રજૂઆત અને ભાષા પણ તમામ ઉંમરના વાચકો માણી શકે એવા છે. ~~~~~~~~~~~~~ હાલના તુર્કીમાં 13મી સદીમાં જન્મેલા મુલ્લા નસરૂદ્દીન તત્ત્વજ્ઞાની, ફિલોસોફર અને સૂફી વિદ્વાન હતા. મુલ્લા નસરૂદ્દીનના નામે હજારો કથાઓ પ્રસિદ્ધ છે. મોટાભાગની કથાઓ રમૂજી સ્વરૂપની છે, છતાં તેમાં હાસ્ય સાથે બોધ પણ સમાયેલો હોય છે. કેટલીક કથાઓમાં મુલ્લાનું વર્તન મૂર્ખ શિરોમણી જેવું જણાય છે, તો કેટલીક કથાઓ મુલ્લાને પોતાના સમયના સૌથી વધુ જ્ઞાની અને ડહાપણસભર વ્યક્તિ સાબિત કરે છે. મુલ્લા નસરૂદ્દીનની કથાઓની કદાચ આ જ સૌથી મોટી ખૂબી છે. પ્રસ્તુત સંગ્રહમાં મુલ્લા નસરૂદ્દીનનાં અનોખા કિસ્સાઓ સમાવવામાં આવ્યા છે. આ સંગ્રહના મોટાભાગના કિસ્સાઓ ઈ.સ. 1571માં મળેલી મુલ્લા નસરૂદ્દીનની વાર્તાઓની સૌથી જૂની પ્રત પર આધારિત છે, તો મુલ્લાના નામે પ્રચલિત કેટલાક નવા કિસ્સાઓ અને રમૂજોને પણ આ પુસ્તકમાં સમાવવામાં આવી છે. ઓશોએ પોતાના પ્રવચનોમાં મુલ્લા નસરૂદ્દીનની કથાઓ અને રમૂજોનો ભરપૂર ઉપયોગ કર્યો છે. મુલ્લા નસરૂદ્દીન સાહિત્યમાં ઓશોએ પોતે અનેકવિધ વાર્તાઓ ઉમેરી આગવું પ્રદાન કર્યું છે. આ પુસ્તકમાં `ઓશોના મુલ્લા નસરૂદ્દીન' નામથી ઓશોએ કહેલી મુલ્લા નસરૂદ્દીનની કેટલીક વાર્તાઓ સમાવેલી છે, તો સાથે મુલ્લાના નામે રચાયેલા મોર્ડન જોક્સ પણ સમાવાયા છે.
In Gujarat on orders over 299/-