You are here: Home > Children-Young Adults > Young Adults > Space Science > Akash Pothi
લેખક : જયમલ્લ પરમાર
Author : Jaymall Parmar
108.00
120.00 10% off
11થી 18 વર્ષના કિશોરો-યુવાનોને લક્ષ્યમાં રાખીને આ પુસ્તક લખાયું છે, પણ આકાશપરિચય અને ખગોળવિજ્ઞાનમાં રસ ધરાવતા કોઈ પણ જિજ્ઞાસુને પણ ઉપયોગી થાય એવું છે.
પુસ્તકના પ્રથમ વિભાગ ‘આકાશપરિચય’ માં આકાશવિષયક પ્રાથમિક જ્ઞાન ચાર પ્રકરણમાં સમાવાયું છે. બીજા વિભાગ ‘તારકપરિચય’માં સમગ્ર આકાશના તારાઓને વર્ષની ઋતુઓના છ વિભાગમાં વહેંચીને તેમનો પરિચય આપવામાં આવ્યો છે. આ છ ઋતુઓના છ નકશાઓ પણ સામેલ છે. તારાઓ સંબંધી ટૂંકી વાર્તાઓ સાથે મૂકીને લખાણને રોચક બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
1950માં પહેલી વાર પ્રકાશિત થયેલું આ ઉત્કૃષ્ટ પુસ્તક આજે પણ એટલું જ પ્રસ્તુત છે. પુસ્તકની પ્રસ્તાવના કાકાસાહેબ કાલેલકરે લખી છે.
In Gujarat on orders over 299/-