You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > The New One Minute Manager
Author : Ken Blanchard & Spencer Johnson
157.00
175.00 10% off
આ પુસ્તક અગાઉ ‘વન મિનિટ મેનેજર’ નામે પ્રસિદ્ધ થયેલું. એના પ્રકાશન પછી દુનિયા બદલાઈ ગઈ છે. અત્યારે સતત પરિવર્તન પામતી ટેકનોલોજી અને વૈશ્વિકરણ સાથે તાલમેલ સ્થાપિત કરવા માટે કંપનીઓને ઓછા રિસોર્સ સાથે વધુ ઝડપથી કામ કરવું પડે છે. માટે મૂળ પુસ્તકમાં ફેરફારો સાથે આ પુસ્તક ‘ન્યુ વન મિનિટ મેનેજર’ પ્રકાશિત થયું છે. અગાઉ મેનેજમેન્ટનો ટોપ-ડાઉન એપ્રોચ પ્રચલિત હતો. અત્યારે અસરકારક લીડરશીપ માટે કર્મચારીઓનો સાથસહકાર અને એમને મોટિવેશન આપવાનો એપ્રોચ વધુ પ્રચલિત છે. ‘ન્યુ વન મિનિટ મેનેજર’ સમજાવે છે કે અત્યારના યુગમાં કંપનીઓને સતત સફળતા મેળવવા ટેલેન્ટેડ કર્મચારીઓની જરૂર હોય છે એમને કંપની સાથે લાંબો સમય જાળવી રાખવા જોઈએ.
*****
વિશ્વની 27 ભાષાઓમાં જેની બે કરોડ કરતાં વધુ નકલો વેચાયેલી છે તે પુસ્તક ‘ધ ન્યુ વન મીનીટ મેનેજર’નો આ ગુજરાતી અનુવાદ છે. આજના સ્પર્ધાત્મક યુગમાં કામને વધુ અસરકારક કેવી રીતે કરવું તે માટેની સરળ ટેકનીક્સ આ પુસ્તક શીખવે છે. છેલ્લાં ઘણાં વરસોથી ફોર્ચ્યુન 500 કંપનીઓના મેનેજર અને અનેક દેશોના નાના મોટા ઉદ્યોગો ‘ધ ન્યુ વન મિનિટ મેનેજર’ની પદ્ધતિઓનું અનુકરણ કરે છે. તેનાથી તેમની કાર્યક્ષમતા અને અંગત સુખાકારીમાં વધારો થયો છે. વ્યવસાય સાહસિકો, કોર્પોરેટ જગતના કર્મચારીઓ તેમ જ સામાન્ય વાચકો માટે મુલ્યવાન પુસ્તક!
In Gujarat on orders over 299/-