You are here: Home > Articles & Essays > Male Matters
લેખક : અંકિત દેસાઈ
Author : Ankit Desai
225.00
250.00 10% off
પુરુષ દ્વારા, પુરુષ માટેનું આ પુસ્તક માત્ર પુરુષો માટે છે ?
કોઈને થશે ''મેલ મેટર્સ'' એટલે શું? કોઈને એમ થશે કે પુરુષ દ્વારા, પુરુષો માટે એટલે પણ શું? શું આ પુસ્તક માત્ર પુરુષો માટે છે ? શું આ પુસ્તક પુરુષો માટેની માર્ગદર્શિકા છે ? તો કે, ના. આ પુસ્તક માત્ર પુરુષોને માટે નથી. આ પુસ્તકમાં પુરુષની, પુરુષની વાસનાઓ બાબતની મિથની, પુરુષના સ્ત્રીઓ પ્રત્યેના વલણની કે પુરુષે પ્રોફેશનલ ફ્રન્ટ પર શું કરવું જોઈએ એ વિશેની વાતો જરૂર છે, પરંતુ આ પુસ્તકો સ્ત્રીઓ માટે પણ એટલું જ જરૂરી છે. આખરે એ સ્ત્રીઓ જ હોય છે, જે આવતીકાલના પુરુષને ઉછેરતી હોય છે અને એ સ્ત્રીઓ જ હોય છે, આજના પુરુષને સાચવતી હોય છે. તો પછી એકલો પુરુષ આ પુસ્તક વાંચીને શું કરશે ?
પુરુષ એ આ સમાજવ્યવસ્થામાં સહેજ કઠોર, પરંતુ અત્યંત નિખાલસ પ્રાણી છે. આ પ્રાણી લડી કાઢે ખરું, પરંતુ વાળવામાં આવે તો વળી પણ જાય. એ પણ આગળ-પાછળનું સઘળું ભૂલીને ! પુરુષ પર પિતૃસત્તાક સમાજવ્યવસ્થા ચલાવવાનું આળ જરૂર છે. જોકે પિતૃસત્તાક વ્યવસ્થાનું વહન માત્ર પુરુષે નથી કર્યું. પુરુષને એ વ્યવસ્થામાં માધ્યમ બનાવાયો છે અથવા તો તેને નામે ચરી ખવાયું છે !
ખૈર, આ પુસ્તક એવી જ કેટલીક મિથ તોડે છે. જોકે અહીં એક સ્પષ્ટતા એ પણ કે અહીં પુરુષ એટલે સર્વગુણ સંપન્ન, એ એટલે ડાહ્યો કે પુરુષ જ આ સમાજ વ્યવસ્થામાં સર્વસ્વ છે એવું કશું પણ સિદ્ધ કરવાનો પ્રયત્ન નથી થયો. પણ એક વાત નક્કી છે કે આ પુસ્તક વાંચશો તો તમને એટલું જરૂર સમજાઈ જશે, કે આપણી સમાજ વ્યવસ્થામાં પણ ''મેલ મેટર્સ'', એટલે પુરુષનું આગવું મહત્ત્વ છે.
In Gujarat on orders over 299/-