You are here: Home > Articles & Essays > Narsinh Tekri
લેખક : મયૂર ખાવડુ
Author : Mayur Khavdu
225.00
250.00 10% off
યુવા લેખક મયૂર ખાવડુ પોતાના પ્રથમ પુસ્તક ‘નરસિંહ ટેકરી’ સાથે ગુજરાતી નિબંધવિશ્વમાં પગરણ માંડી રહ્યા છે. હિરણ નદીને કાંઠે તાલાલા ગીરમાં આવેલી નરસિંહ ટેકરી, જ્યાં વીતેલા બાળપણની દરેક પળને પોતાની સ્મૃતિમંજૂષામાં અકબંધ રીતે સાચવી અને શબ્દદેહ આપી જીવંત બનાવી છે. અતીતરાગની મીઠાશ લઈને આવતા આ નિબંધોમાં ક્યાંક શિયાળાનો વિષાદ અને ઉનાળાનો અજંપો પણ ડોકાય છે. એટલે જ નરસિંહ ટેકરીની ‘ડંકી’ પણ એક પાત્ર બની જાય છે અને ‘ગોળો’ પણ કુટુંબના કોઈ પુરાણા સભ્યના ચરિત્ર જેવો લાગે છે. `માળિયું’ ફક્ત જરીપુરાણી વસ્તુઓની સાચવણીના સ્થાનકની જગ્યાએ કોઈ વંશવેલો ઊતરતો હોય એવા કલ્પન તરફ ઇંગિત કરે. તો ‘ઠેરી’માં દેખાય છે આખેઆખું બ્રહ્માંડ. બાળપણથી યુવાવસ્થા તરફ પ્રયાણ કરતા લેખકને દરેક જગ્યા અને ત્યાંના વાતાવરણ સાથે અનેરું સગપણ બંધાય છે જેને ભાવનાત્મક રીતે પોતાનાં નિબંધોમાં અભિવ્યક્ત કરે છે. ક્યાંક જૂનાગઢના ‘ઋષિમુખ’ની સાથે કૉલેજની યુવાવસ્થાનાં સંભારણાંની ગાજવીજ થવા લાગે છે અને યાદ આવે છે એક ઐતિહાસિક ટ્રેન, તો ક્યાંક ચાની ચુસકીઓ વચ્ચે નવા મિત્રો સાથે થયેલી ફિલ્મગોષ્ઠીઓ સાથે મહાનગર અમદાવાદના શહેરીકરણ, આધુનિકતા અને બોપલના બદલાતા મિજાજની અનેરી ઝાંખી કરાવે છે. તાજી ઉપમાઓ અને નવાં રૂપકો સાથે તરવરાટથી થનગનતી કલમે લખાયેલા આ નિબંધો વાચકોને નવીન પરિદૃશ્યમાં લઈ જઈ અદકેરો અનુભવ કરાવે છે.
In Gujarat on orders over 299/-