You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > The Maverick Effect
લેખક : હરીશ મહેતા
Author : Harish Mehta
339.00
399.00 15% off
‘ધ મેવરિક ઇફેક્ટ’ એ આજના ભારતની ગૌરવભરી ઓળખ એવી IT ક્રાંતિની મહાગાથા છે.
1975માં અમેરિકન ડ્રીમ જીવી રહેલા યુવાન હરીશ મહેતાએ હજુ તો ત્રીસીની ઉંમરે પહોંચે તે પહેલાં ડેટાબેઝ મેનેજરની આકર્ષક કારકિર્દી છોડીને ભારતનો રસ્તો પકડ્યો. એમણે એક બીજું સ્વપ્ન પણ જોયું હતું – ભારતમાં IT ક્રાંતિ આણવી અને IT ક્ષેત્રે ભારતને અગ્રેસર બનાવવું. આ એક એવો સમય હતો જ્યારે ભારતમાં કમ્પ્યુટર એક નવીનતા હતી, IT ઉદ્યોગ અંગેનો કોઈ વિચાર પણ નહોતો અને ભારત પોતે સામાજિક, આર્થિક વિષમતાઓ અને લાઇસન્સરાજમાં ફસાયેલું હતું. એમણે મક્કમ મનોબળવાળા યુવા વ્યવસાયિકોને એક છત્ર નીચે જોડ્યાં. આ મેવરિક લોકોએ ભારતમાં IT ક્રાંતિ લાવનાર સંસ્થા NASSCOM ની સ્થાપના કરી અને વિશ્વની અન્ય IT સંસ્થાઓ સાથે ભારતને સમાંતરે જોડી દીધું. આ એવા લોકોની યશગાથા છે જેમણે રાષ્ટ્રને નવા યુગમાં લઈ જવા માટે સપનું જોયું અને સાકાર કર્યું.
ભારતમાં IT ઉદ્યોગની સ્થપાનાના રોમાંચક ઇતિહાસ અને સંઘર્ષની આ કથા IT સાથે સંકળાયેલા લોકો, વિદ્યાર્થીઓ અને કોઈપણના ક્ષેત્રના મહત્વાકાંક્ષી યુવાનો માટે must read જેવી છે.
પુસ્તકનાં વિસ્તૃત પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ Zoom કરશો.
In Gujarat on orders over 299/-