You are here: Home > Sanskrit Literature > Aadbhutam Sanskrutam
લેખક : પરેશ ભટ્ટ
Author : Paresh Bhatt
315.00
350.00 10% off
"અદ્દભૂતમ સંસ્કૃતમ"
" અષ્ટાંગ યોગ- A Perfeft Life Style" - ગુજરાતી ભાષાના આ વિષય પરના પ્રથમ પુસ્તકને આપ સમક્ષ મુકવાનો મોકો મળેલો. આ પુસ્તકના અનેરા આવકાર અને સફળતા બાદ વાચક મિત્રો માટે બીજું પુસ્તક આવી ગયું છે."અદ્દભૂતમ સંસ્કૃતમ ". ગુજરાતી ભાષાનું અને કદાચ ભારતનું પણ આવુ સૌ પ્રથમ પુસ્તક હશે.
પૃથ્વી પર 7 વન્ડર્સ છે પણ ભાષઓમાં તો સંસ્કૃત પોતે જ એક વન્ડર્સ છે. સંસ્કૃત ભાષાનું એવું પુસ્તક કે જેમાં સંસ્કૃતના અદભુત કહી શકાય તેવા પ્રયોગો છે.
સંસ્કૃત ભાષાની કમાલ,જાદુગરી, વન્ડર,બુદ્ધિની ટોચ, સાહિત્યની કલાકારીગીરીને આપ સમક્ષ પીરસવાનો અનેરો અવસર પ્રાપ્ત થયો છે.
આ પુસ્તક વાંચવા માટે સંસ્કૃતના કોઈ જ જ્ઞાનની જરૂર નથી, જરૂર છે આપણી ભારતીય સંસ્કૃતિ માટે, આપણા રાષ્ટ્ર માટે ,આપણા ઋષિમુનિઓ માટે, આપણા પૂર્વજો માટે, ગૌરવ હોવું. જો તમને આપણાં રાષ્ટ્ર માટે , આપણા ભવ્ય ઇતિહાસ માટે, આપણા પૂર્વજોની બુદ્ધિમતા માટે, આદર હોય - પ્રેમ હોય તો આપને આ પુસ્તક આપને ખૂબ જ ગમશે
ખાસ કરીને સાહિત્યકાર, કવિઓ,લેખકોને આપણા સંસ્કૃત સાહિત્યમાં થયેલા પ્રયોગોની અદ્ભૂત કલા માણવા મળશે.એક કાવ્ય કે ગઝલ લખવા આપણે જે મહેનત કરીએ છીએ તેની સામે આપણા પૂર્વજોએ જ્યારે કાગળ પેન ન હતા એ સમયે કેવા કેવા પ્રયોગો કર્યા છે એ જાણવા મળશે.
જેમાં એક શબ્દથી શ્લોક બને, બે શબ્દથી શ્લોક બને કે ત્રણ કે ચાર શબ્દો થીજ શ્લોક બને. તો વળી અંગેજીમાં જેને પેલીન્ડ્રોમ કહીએ છીએ કે ''લીમડી ગામે ગાડી મલી'' , ''નવજીવન'' આવા જે વાક્યો છે તેવા અંગ્રેજીમાં તો સાવ ઢંગધડા વગરના વાક્યો છે જ્યારે સંસ્કૃત પાસે 30 થી લઈને 60 શ્લોક સુધીના સ્તોત્ર છે જેમાં પહેલી લાઈનમાં રામનું વર્ણન છે એજ શ્લોક ને છેલ્લા શબ્દ થી ઉલટો કરીને વાંચો તો કૃષ્ણનું વર્ણન આવે. આ બધું જ પાછું છંદબદ્ધ. આ ઉપરાંત શ્લોક માંથી સુડોકુ જેવી આકૃતિઓ નિર્માણ થાય, ચેસના ઘોડાની ચાલ મુજબ શ્લોક આગળ ચાલે, ચાર પાંદડી, આઠ કે સોળ પાંદડીનું કમલ રચાય કે એવી જુદી જુદી આકૃતિઓ રચાય. તદઉપરાંત ગણિત, વિજ્ઞાન, કલા, વ્યાપાર જેવી વાતો છે, આપણો દલિત કેટલો સુસંસ્કૃત હતો એ પણ છે ને મેનેજમેન્ટના મોટિવેશનલ પાઠો પણ છે. સંસ્કૃત પાસે શું નથી ? જે છે એ બધું જ આવરી લેવાનો આ પુસ્તકમાં પ્રયાસ છે.
આપણે કહીએ છીએ કે ભારતીય સંસ્કૃતિ મહાન, પરંતુ કોઈ ફોરેનર્સ પૂછે કે શું મહાન છે ? તો આપણે નિરુત્તર થઈ જઈએ છીએ.આપણી પાસે કહેવાનું કશું નથી.પરંતુ આ પુસ્તક આપ વાંચશો તો ગર્વ ભેર કહી શકશો કે આ કારણો થી અમારી ભારતીય સંસ્કૃતિ મહાન છે. ગણિત,વિજ્ઞાન, ટેકનોલોજી, દલિત,મેનેજમેન્ટ, જેવા અનેક વિષયો છે જે વાંચકોને આપણાં ભવ્ય વારસાનું દર્શન કરાવશે.
આપણી આગળની પેઢીને આપણે રાષ્ટ્રીય અસ્મિતા વારસામાં આપવી હશે તો આ પુસ્તક આપણી યુવા પેઢી સુધી જરૂર લઈ જઈએ.
- પરેશ ભટ્ટ
In Gujarat on orders over 299/-