You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Hero Ni Yashgatha ~ The Making of Hero
લેખક : સુનીલ કાંત મુંજાલ
Author : Sunil Kant Munjal
339.00
399.00 15% off
ભારતની ઓટોમોબાઈલ કંપની હીરોની સફળતાની યશગાથા. દેશના ભાગલા પડ્યા ત્યારે હિજરત કરીને મુંજાલ પરિવાર ભારત આવ્યો ત્યારે એમની પાસે કશું જ નહોતું બચ્યું. ‘નીચે ધરતી અને ઉપર આકાશ’ જેવી દારુણ પરિસ્થિતીમાં સાઇકલનાં સ્પેરપાર્ટસનાં વેચાણથી શરૂઆત કરીને મુંજાલ ભાઈઓએ જોતજોતામાં હીરો સાઇકલ કંપનીની સ્થાપના કરી અને 1986માં હીરો વિશ્વની સૌથી મોટી સાઇકલ કંપની બની. પછીના વરસોમાં હીરો-હોન્ડા મોટરસાઇકલનાં વેચાણે વિક્રમો સર કર્યા. ભારતની અને વિશ્વની અગ્રણી ઓટોમોબાઈલ કંપની હીરોની આ ‘ઝીરોથી હીરો’ બનવાની સંઘર્ષગાથા એક દંતકથા સમાન છે. મુંજાલ ભાઈઓએ કોઈ ઔપચારિક શિક્ષણ નહોતું પ્રાપ્ત કર્યું. ધીમો આર્થિક વિકાસ, અનેક સરકારી અડચણો, સંસાધનોની અછત, માંદલું અર્થતંત્ર જેવા પડકારો સામે ઝઝૂમીને ટુ વ્હીલર ક્ષેત્રે દેશમાં ક્રાંતિ આણનાર હીરો કંપનીની સાફલ્યગાથા કોઈ ચમત્કારથી કમ નથી. પુસ્તકમાં કેટલીક ઐતિહાસિક તસ્વીરો પણ સામેલ છે.
મૂળ અંગ્રેજી પુસ્તક ‘The Making of Hero : Four Brother, Two Wheels and a Revolution that shaped India’નો આ ગુજરાતી અનુવાદ છે.
આ પુસ્તક અંગે ભારતના અગ્રણી ઉદ્યોગસાહસિકોના અભિપ્રાય વાંચવા માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ Zoom કરશો.
In Gujarat on orders over 299/-