You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Ganbate ~ Ganbatte : the Japanese art of always moving forward
લેખક : આલ્બર્ટ લીબરમેન
Author : Albert Liebermann
359.00
399.00 10% off
અમેરિકાએ ફેંકેલા અણુબોમ્બની રાખમાંથી બેઠી થયેલી જાપાની પ્રજાએ પોતાના પુરુષાર્થ થકી હરણફાળ ભરી અને જોતજોતામાં ટચૂકડાં જાપાને વિશ્વના ટોચના વિકસિત દેશોમાં સ્થાન હાંસલ કર્યું. એવું તો શું છે જાપાનીઝ પ્રજામાં જે એમને સતત જીવનના જુદા જુદા ક્ષેત્રોમાં આગળ રહેવાનું બળ આપે છે? ગનબાતે – આ જાપાનીઝ શબ્દ છે, જેનો અર્થ છે : ‘તમારું સર્વશ્રેષ્ઠ આપો, આગળ વધો અને ક્યારેય હાર ન માનશો!’. આ એક એવું રહસ્ય છે, એવી વિચારપદ્ધતિ છે કે જે જાપાનીઓને કોઈ પણ વિષમ પરિસ્થિતિના સામના માટે હંમેશા તૈયાર રાખે છે. આ કોન્સેપ્ટને પુસ્તકમાં કુલ 50 નાનાં પ્રકરણોમાં સરળ રીતે સમજાવવામાં આવ્યો છે.
અનેક સંશોધનો પછી દુનિયા સમક્ષ આવેલાં, સુખી જીવન માટેના જાપાનીઝ રહસ્યો ઇકિગાઈ, વાબી-સાબી, ઇચિગો ઇચી અને કાઇઝનની શ્રેણીમાં એક નવું રહસ્ય ‘ગનબાતે’ ઉમેરાય છે. આ પુસ્તકની પ્રસ્તાવના જગવિખ્યાત પુસ્તક ‘ઇકિગાઈ’નાં લેખક હેક્ટર ગાર્સિયાએ લખી છે.
આ અનોખાં પુસ્તકનો વિસ્તૃત પરિચય વાંચવા માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ zoom કરશો.
In Gujarat on orders over 299/-