You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Kaam Nahi Karnama ~ Do Epic Shit
લેખક : અંકુર વારિકૂ
Author : Ankur Warikoo
254.00
299.00 15% off
અંકુર વારિકૂ કન્ટેન્ટ ક્રીએટર અને સફળ વ્યવસાય-સાહસિક છે. સફળતા અને નિષ્ફળતા, સંપત્તિ અને રોકાણ, સંબંધો અને સમાજ વગેરે અંગેના એમના પ્રમાણિક અને રમૂજી અભિપ્રાયોને કારણે તેઓ ભારતની ટોપ પર્સનલ બ્રાન્ડ્સમાંના એક બની ગયા છે.
એમના આ પ્રથમ પુસ્તકમાં એ વિચારોનું સંકલન રજૂ કર્યું છે, જેનાથી એમની યાત્રા આગળ વધી હતી. એ યાત્રાની શરૂઆતમાં એમણે સ્પેસ એન્જિનિયર બનવાનું સ્વપ્ન જોયું હતું. પણ, છેવટે એ ભારતના ટોપ કન્ટેન્ટ ક્રીએટર બન્યા કે જેમને લાખો લોકો ફોલો કરે છે, જુએ છે અને વાંચે છે. સફળતા માટે લાંબાગાળાની આદતો કેળવવાથી માંડીને મની મેનેજમેન્ટ સુધી અને નિષ્ફળતાઓને આવકારવા અને સ્વીકારવાથી માંડીને પરાનુભૂતિના સત્ય સુધી એમના વિચારો વિસ્તરેલા છે. આ એક એવું પુસ્તક છે જેને વારંવાર વાંચી શકાય, તેમાંના વાક્યોને હાઈલાઈટ કરી શકાય અને ફરી ફરીને એ વિશે વિચાર પણ કરી શકાય. જીવન અને કારકિર્દીમાં પ્રેક્ટિકલી ઉપયોગી થાય એવું પુસ્તક.
મૂળ અંગ્રેજી પુસ્તક ‘Do Epic Shit’ ઓલરેડી લોકપ્રિયતાના શિખરો સર કરી રહ્યું છે અને એની લાખો નકલો ખપી ચૂકી છે.
In Gujarat on orders over 299/-