You are here: Home > Articles & Essays > Vadhamana
ઇન્ટરનેશનલ બેસ્ટ-સેલીંગ પુસ્તક ‘સેપિયન્સ’ના લેખક યુવલ નોઆ હરારી અને એવાં જ ક્રાંતિકારી પુસ્તકોના લેખક પીટર ડિયામેન્ડીસના કુલ પાંચ જગવિખ્યાત પુસ્તકોનો અર્ક 120 પાનામાં રજૂ કરતું અનોખું પુસ્તક.
____
~ કેવું હશે આ જગતનું ભવિષ્ય? ભવિષ્યનું માનવજીવન કેવું હશે?
~ વિજ્ઞાન-ટેકનોલોજીનો વ્યાપ કેવો હશે? એને કારણે માનવજીવનમાં કેવાં પરિવર્તનો આવશે?
~ ગૂગલના વૈજ્ઞાનીક બીલ મારીસે 2015માં કહ્યું કે, “જો તમે મને પૂછો કે 500 વર્ષ સુધી જીવી શકાય, તો મારો જવાબ ‘હા’ છે.” જો આવું થાય તો શું શું થાય?
~ ઓટોમેશનને લીધે કઈ કઈ નોકરીઓ જશે અને કેવી કેવી નવી આવશે?
~ ઊર્જા, પાણી, પાર્યાવરણ, શિક્ષણ અને સ્વાસ્થ્યને લગતા તમામ મોટા પ્રશ્નોનો ઉકેલ માટે ટેકનોલોજીને એક તક આપી શકાય?
~ 2050નાં જીવન માટે અત્યારે કેવું શિક્ષણ આપવું જોઈએ?
____
આવા અનેક કુતૂહલસભર પ્રશ્નોના ઉત્તરો આપવાનો પ્રયત્ન આ પુસ્તક થકી કરવામાં આવ્યો છે.
અત્યારે માનવજાતના સંક્રાંતિકાળમાં, વિજ્ઞાન અને ટેક્નોલોજી હરણફાળ ભરી રહ્યા છે ત્યારે, જીવન એક ધસમસતા પ્રવાહ જેવું બની રહ્યું છે ત્યારે અને નજીકના જ ભવિષ્યના વર્ષોમાં માનવજાત અનેક ક્રાંતિકારી, પ્રચંડ પરિવર્તનોની સાક્ષી બનવાની છે ત્યારે – આપણે અને આપણી આવનારી પેઢીઓને આ આ પરિવર્તનોથી માહિતગાર બનવા, તેના માટે સજ્જ થવું અત્યંત જરૂરી છે. ભવિષ્ય માટે તૈયાર થવાની પ્રેરણા આ પુસ્તક આપે છે.
નવી પેઢીના તરવરીયા યુવાનો અને નવલોહિયા વિદ્યાર્થીઓ માટે, માબાપો માટે, જ્ઞાનપિપાસુ અને જિજ્ઞાસુ વાંચકો માટે, અને કોઈ પણ જાગૃત નાગરિક માટે અત્યંત મૂલ્યવાન એવું આ પુસ્તક-પુષ્પ આવનારા પરિવર્તનના યુગના વધામણાં કરે છે. માબાપો પોતાના સંતાનોને આપી શકે, ગુરુજનો પોતાના વિદ્યાર્થીઓને આપી શકે, વિવિધ સામાજિક પ્રસંગો, જાહેર કાર્યક્રમોમાં વહેંચવા માટે ભેટ આપવા / વહેંચવા માટે આદર્શ એવું પુસ્તક.
In Gujarat on orders over 299/-