You are here: Home > Articles & Essays > Temple Dharm
આસ્થા અને અવિશ્વાસની મધ્યમાં ધબકતું રહસ્યમય ભાવવિશ્વ!
ભારતભૂમિએ મને હંમેશા અચંબિત જ કર્યો છે. આટઆટલા આક્રમણો બાદ પણ ધબકી રહેલી પૌરાણિક સંસ્કૃતિ અનેક સ્થળોએ કેટલાક ગૂઢાતિગૂઢ રહસ્યો સંઘરીને બેઠી છે. ‘SCIENTIFIC ધર્મ’ શ્રેણીનો બીજો ભાગ ‘TEMPLE ધર્મ’ લખવા પાછળનો ઉદ્દેશ્ય આવા જ ગર્ભિત દેવસ્થાનને શબ્દદેહ આપવાનો હતો. દક્ષિણ ભારત, પશ્ચિમ ભારત અને શ્રીલંકાના મંદિરોમાં થયેલી દિવ્ય અનુભૂતિઓએ મને આ કાર્ય કરવા પ્રેર્યો. હજારો વર્ષ જૂના મંદિરોના પ્રત્યેક ખૂણે અનુભવાયેલાં પવિત્ર કંપનોને વાચકમિત્રો સમક્ષ મૂકવાની મહેચ્છા સાથે અવતરણ થયું... ‘TEMPLE ધર્મ’નું! નિગર્ભ યોગિનીના પ્રાગટ્ય સમું આ પુસ્તક આપને એક અજાણ્યા છતાં રસપ્રદ ભારતની મુલાકાતે લઈ જશે, જેનાથી તમે કદાચ સાવ અપરિચિત છો.
➢ પાકિસ્તાને ફેંકેલા ત્રણ હજાર બૉમ્બ આદિશક્તિ સામે બન્યા બિનઅસરકારક!
➢ પ્રેતરાજ સરકાર, કોટવાલ કપ્તાન અને મહેંદીપુર બાલાજી!
➢ મૃત સૈનિકની આત્મા કરી રહી છે દેશનું રક્ષણ!
➢ લૂંટારા અકબરે પણ જેની સામે હાર સ્વીકારી એ રહસ્યમય જ્યોત!
➢ ઔરંગઝેબના આક્રમણ પર ભારે પડી હતી મધમાખીઓ!
ઐતિહાસિક, પુરાતત્વીય અને પૌરાણિક મહત્વની સાથોસાથ ચમત્કૃતિનો સાક્ષાત્કાર કરાવતાં આવા ૩૦થી વધુ ધર્મસ્થાનોને નવા દ્રષ્ટિકોણથી વધાવતું અનન્ય પુસ્તક એટલે ‘TEMPLE ધર્મ’!
- પરખ ભટ્ટ
In Gujarat on orders over 299/-