You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > The Art of War ~ Gujarati
વિશ્વસાહિત્યમાં ટાઈમલેસ ક્લાસિક બેસ્ટસેલર તરીકે જાણીતું થયેલું પુસ્તક એટલે ‘ધ આર્ટ ઓફ વોર’.
આ પુસ્તકનો રચયિતા સુન ત્ઝૂ નામે ચાઈનીઝ સેનાપતિ હતો. યુદ્ધકળાનો જાણકાર સુન ત્ઝૂ તત્વજ્ઞાની પણ હતો. ઈ.સ. પૂર્વે 544માં જન્મેલા સુન ત્ઝૂએ પોતાના યુદ્ધકળા અને યુદ્ધની વ્યૂહરચનાઓના જ્ઞાનના નિચોડ રૂપે આ પુસ્તક લખ્યું અને એના સેંકડો વારસો પછી પણ વૈશ્વિક તત્વજ્ઞાન અને જે તે સમયની યુદ્ધનીતિઓ પર તેનો ખાસો પ્રભાવ રહ્યો છે. આ પુસ્તકમાંની વ્યૂહરચનાઓ સશસ્ત્ર યુદ્ધના વિકલ્પો પર વધુ કેન્દ્રિત છે.
એ સમય જુદો હતો, પણ હવે યુદ્ધો માત્ર રણમેદાનોમાં નથી લડાતાં. આધુનિક સમયનો માનવી દરરોજ જીવન સાથે, નિયતી સાથે, સમાજ સાથે જંગમાં ઉતરે છે. એના માટે તો જીવન એક સંગ્રામ જ છે. અત્યારના યુદ્ધો સ્માર્ટ રીતે લડાય છે, માનસિક કાબેલિયતના ઉપયોગથી લડાય છે. 2500 વર્ષ પહેલા લખાયેલાં આ પુસ્તકમાં સમાવાયેલી વ્યુહરચનાઓ એવી દિલચશ્પ હતી કે જીવનના અન્ય સંઘર્ષોના ઉકેલ તરીકે પણ સ્વીકારવામાં આવી. આ પુસ્તક યુદ્ધને શાંતિથી જીતવાના સ્માર્ટ અભિગમ તરીકે રજૂ કરે છે, જે અત્યારના તણાવથી ભરપૂર જીવનમાં તો સૌથી વધુ પ્રસ્તુત છે.
આ પુસ્તકમાં વ્યૂહરચનાઓ ભલે મેદાની યુદ્ધની હોય, જેમ પુસ્તક વાંચતા જઈએ એમ ખ્યાલ આવતો જાય છે કે આ નીતિઓ આપણા રોજીંદા જીવનમાં પણ કેટલી ઉપયોગી છે.
ગુજરાતના જાણીતા પત્રકાર, લેખક રાજ ગોસ્વામીની મોર્ડન રજૂઆત સાથે આ પુસ્તક રંગીન આવૃત્તિમાં છપાયું છે.
પુસ્તક અંગે વધુ જાણવા માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ zoom કરશો.
In Gujarat on orders over 299/-