You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Ichigo Ichi
Author : Hector Garcia & Francesc Miralles
315.00
350.00 10% off
જગતભરમાં તહેલકો મચાવનાર જાપાનીઝ કોન્સેપ્ટ ‘ઇકીગાઈ’ના લેખકો વાચકો સમક્ષ એક એવો જ અદ્દભુત જાપાનીઝ કોન્સેપ્ટ લઈને આવ્યા છે, જેનું મજાનું નામ છે : ‘ઇચિગો ઇચી’.
દરેક ક્ષણને સુખી અને સાર્થક બનાવવાની જાપાનીઝ કળા એટલે ‘ઇચિગો ઇચી’. જીવનની પ્રત્યેક ક્ષણને અજોડ અનુભવ બનાવવાની કળા એટલે ‘ઇચિગો ઇચી’.
“જીવનમાં કોઈ પણ ક્ષણ માત્ર એક જ વાર આવે છે અને જો તેને આપણા હાથમાંથી છટકવા દઈએ તો તેને કાયમ માટે ગુમાવી દઈએ છીએ” – આ છે ‘ઇચિગો ઇચી’નો કેન્દ્રવર્તી વિચાર. દરેક અનુભવ અને મુલાકાત અજોડ અને વિશેષ હોય છે તે દર્શાવવા વપરાતો આ વિચાર ઝેન બુદ્ધ સંપ્રદાયનો કેન્દ્રવર્તી વિચાર છે, જેને સોળમી સદીમાં એક જાપાની ટી-સેરેમની માસ્ટરે જગત સમક્ષ મૂક્યો હતો. વર્તમાન ક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની આ અનોખી કલા આ પુસ્તક દ્વારા આધુનિક સ્વરૂપે રજૂ થઇ રહી છે.
In Gujarat on orders over 299/-