You are here: Home > Inspirational, Self Help & Reflective > Reflections on Death > Ene Mrutyu Na Kaho
લેખક : નિમિત્ત ઓઝા (ડો)
Author : Nimitt Oza (Dr)
158.00
175.00 10% off
આ પુસ્તક એ તમામ લોકોને સમર્પિત છે, જેમણે સ્વજનો ગુમાવ્યા છે. પોતાની નજર સામે હાથમાંથી સરકી જતા પ્રિયજનો, મિત્રો, મમ્મી-પપ્પા, સંતાનો કે લાઈફ પાર્ટનરની ખોટ હજી પણ જેમના હૈયાને દઝાડે છે, એ તમામને આ પુસ્તક થોડી રાહત અને નિરાંત આપશે.
આ પુસ્તકનો મર્મ, હેતુ અને ઈરાદો મૃત્યુને નોતરવાનો કે તેનો મહિમા કરવાનો નથી. તેનો સ્વીકાર અને સત્કાર કરવાનો છે. આ પુસ્તકમાં મૃત્યુને ખાસ નિમંત્રણ પાઠવીને અકાળે બોલાવી લેવાની વાત નથી, પણ જ્યારે એના નિયત સમયે મૃત્યુ આપણું દ્વાર ખખડાવે ત્યારે ડર કે અફસોસ વગર તેને આવકારવાની સમજણ છે. આ સુંદર પૃથ્વી પરથી એક દિવસ કાયમને માટે લુપ્ત થઈ જવાની અસલામતી, ચિંતા અને ડર આપણા દરેકમાં રહેલો છે અને એનુ મુખ્ય કારણ આપણી ‘આઇડેન્ટિટી’ છે. આપણી ઓળખ જેટલી વધારે મજબુત, લુપ્ત થઈ જવાનો ડર એટલો જ વધારે. મૃત્યુના ભયમાંથી મુક્તિ મેળવવાનો એક માત્ર ઉપાય આપણી ઓળખ ખંખેરી નાખવાનો છે. આધ્યાત્મિક આરોહણનું પહેલું પગથિયું જ આપણી ઓળખને ભૂંસવાનું છે. ‘ડ્રોપ યોર આઇડેન્ટિટી’ એ દરેક આધ્યાત્મિક વિચારધારાનો મૂળભૂત અને મુખ્ય મંત્ર છે.
આધ્યાત્મિક મથામણ વિના મૃત્યુનો સ્વીકાર અશક્ય છે. એવી જ કંઈક આધ્યાત્મિક કસરતનો એક નાનકડો એવો અંશ એટલે આ પુસ્તક ‘એને મૃત્યુ ન કહો’.
In Gujarat on orders over 299/-