You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Babylon No Richest Man ~ The Richest Man in Babylon
લેખક : જ્યોર્જ એસ. ક્લેસન
Author : George S Clason
112.00
125.00 10% off
દરેક સદીમાં એક એવું પુસ્તક પ્રકાશિત થાય છે જે વાચકોના જીવનને બદલી નાંખવાની તાકાત ધરાવતું હોય છે. પ્રેરણાત્મક કથા દ્વારા સંપત્તિ મેળવવાની, એને સાચવી રાખવાની અને એ સંપત્તિને સતત વધારવાની સાબિત થયેલી નીતિઓ શીખવતું આ Timeless Bestseller પુસ્તક છે. ચાર હજારથી પણ વધુ વર્ષ જૂના મેસોપોટેમિયા સામ્રાજ્યની અતિસમૃદ્ધ રાજધાની એટલે બેબીલોન. દુનિયાની નાણાકીય વ્યવસ્થા આજે પણ અમુક અંશે હજારો વર્ષ અગાઉ બેબિલોનમાં વસતા સમૃદ્ધ નાગરિકોએ સ્થાપેલા નિયમોને અનુસરે છે. આ સદીઓ પુરાણા આર્થિક સિદ્ધાંતો આજે પણ આર્થિક ઉપાર્જન અને નાણાંકીય સ્થિરતા અંગે બહુમૂલ્ય માર્ગ દર્શન આપે છે. બેબીલોનના ભવ્ય આર્થિક ઇતિહાસનો અભ્યાસ કરીને ૧૯મી સદીમાં લખાયેલું આ પુસ્તક ફાઈનાન્શિયલ પ્લાનિંગ પરના વિશ્વના શ્રેષ્ઠ અને ક્લાસિક બેસ્ટ-સેલર્સ પુસ્તકોમાં સ્થાન પામે છે.
****
સંપત્તિને સતત વધારવાની 4,000 વર્ષથી અકસીર શાશ્વત નીતિઓ.
આજે તમે પણ તમારાં પરિવારનાં બધાં જ સપનાં પૂરાં કરવા માંગો છો. પરંતુ કદાચ સાચા Financial Planning અને ‘વધુ સંપત્તિ કેવી રીતે મેળવી શકાય’ તેની અધકચરી જાણકારી હોવાને કારણે તમે આકાશ આંબી શકતા નથી અને તેથી પોતાનાં નસીબને દોષ દેતાં રહો છો.
આ પુસ્તક તમારા એ માઠાં નસીબનું પાસું પલટાવીને તમને Rich બનાવી શકે તેમ છે.
તમારી સંપત્તિને સાચવી રાખીને તેને સતત વધારતાં જવાની Secret Key આ પુસ્તકમાં છે. તમારા પરિવારની આવનારી પેઢીઓને પણ ઉપયોગી થાય એવું આ પુસ્તક વાંચવાનું ચૂકશો નહીં. આ પુસ્તકમાંથી તમે શીખી શકશો કે…
કેવી રીતે…
• દેવામાંથી મુક્ત થવાય?
• વધારે સંપત્તિ મેળવી શકાય?
• Investments કરવાં જોઈએ?
• આર્થિક નસીબને ચમકાવી શકાય?
• ભવિષ્યનું Financial Planning કરી શકાય?
• વિશાળ સંપત્તિનાં પાંચ સુવર્ણ નિયમો જાણી શકાય?
ખાલી ખિસ્સે મેળામાં ફરવાને બદલે સમયને પાર ઉતરેલી આ નીતિઓથી તમારાં બધાં જ સપનાં પૂરાં કરો – એક પછી એક… આજથી જ!
In Gujarat on orders over 299/-