You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > True Accounts > Shaurya
ભારતીય લશ્કરની ત્રણેય પાંખમાં સ્પેશિયલ ફોર્સિસ નામનું અલાયદું દળ છે. ખુફિયા અને અસંભવ જણાતા મિશન પાર પાડવા માટે એની સ્થાપના કરાઈ છે. આ દળ કેવું છે? 1971થી લઈને આજ સુધી એ દળના કમાન્ડોએ કેવાં લશ્કરી મિશન પાર પાડ્યાં છે? એમના સાહસ-સમર્પણ થકી ભારતીય લશ્કરની તવારીખમાં કેવાં સોનેરી પ્રકરણો આલેખાયાં છે? ગુપ્તતાના પડદા પાછળ રહી ગયેલા એ નરબંકા કમાન્ડો કોણ છે? આવી બાબતોથી દેશના સામાન્ય નાગરિકો અજાણ હોય છે.
આ પુસ્તકમાં આવી તમામ બાબતો રસપ્રદ શૈલીમાં સવિસ્તાર રજૂ કરવામાં આવી છે. 1971માં પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ભારતીય કમાન્ડોએ કરેલી સર્જિકલ સ્ટ્રાઈકથી લઈને 2019ની બાલાકોટ એર સ્ટ્રાઈક સુધીની વીરરસથી નીતરતી દસ સત્યકથાઓનું આ પુસ્તક વાચકના ભારતીય લશ્કર પ્રત્યેના આદર-પ્રેમને નવી ઊંચાઈએ લઇ જશે.
ઠેરઠેર રંગીન ફોટોગ્રાફ્સ સાથેનું આ પુસ્તક ઉચ્ચ ગુણવત્તાના આર્ટપેપર પર છપાયું છે, પુસ્તકનું પ્રોડક્શન પણ કન્ટેન્ટ જેવું જ શાનદાર છે.
In Gujarat on orders over 299/-