You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Steve Jobs Kahe Chhe
લેખક : યોગેશ ચોલેરા
Author : Yogesh Cholera
89.00
99.00 10% off
આ પુસ્તકમાં વિશ્વના જીનિયસ બિઝનેસ આઇકોન સ્ટીવ જોબ્સે પોતાના સમગ્ર જીવન દરમિયાન આપેલા પ્રવચનો, મુલાકાતો, પત્રો/ઇમેલ અને લેખોમાંથી તારવેલું નવનીત આપ્યું છે. આ પુસ્તક વાંચવાથી ખ્યાલ આવશે કે શા માટે સ્ટીવ જોબ્સ સૌથી અલગ બિઝનેસ આઇકોન હતા. ઉપરાંત આ પુસ્તકમાંથી સ્ટીવ જોબ્સ જેવી અનોખી વિચારધારા કેળવવા માટેની અનોખી પ્રેરણા પણ મળે છે. પુસ્તકમાં આપેલા કેટલાંક વિચારરત્નો: * સોક્રેટીસ સાથે એક સાંજ પસાર કરવા માટે હું મારી તમામ સંપત્તિ આપી દેવા તૈયાર છું. * હું તો એક અર્ધશિક્ષિત વ્યક્તિ છું; જે જોઇને, પૂછીને શીખે છે અને ત્યાર બાદ તેઓ અમલ કરે છે. * કોમ્પ્યૂટર એટલે મગજની સાઇકલ, જે મગજને દોડાવ્યે રાખે છે. * તમારા ખિસ્સામાં કેટલા ડૉલર છે એને અને તમારી ક્રિએટિવિટીને કશું લાગતું-વળગતું નથી. * ક્યારેય રાતોરાત સફળતા મળતી નથી. એના માટે અનેક રાતોના ઉજાગરા કરવા પડે છે. * જ્યારે તમારે તમારા મગજનો ઉપયોગ બંધ કરવો હોય ત્યારે ટીવી સામે બેસી જવું અને જ્યારે મગજનો ઉપયોગ શરૂ કરવો હોય ત્યારે કોમ્પ્યૂટરની સામે બેસી જવું. * વૃદ્ધ અને યુવાન વચ્ચેનો એક તફાવત કહું? વૃદ્ધ લોકો પૂછે છે, “આ શું છે?” જ્યારે યુવાન પૂછે છે, “હું આ વસ્તુ વડે શું કરી શકું?” * મૃત્યુ એક અદ્ભુત વ્યવસ્થા છે. જે સમય આવ્યે જૂના મોડેલનો નાશ કરી નવું મોડેલ સ્થાપિત કરી દે છે. * હું જે કંઇ કમાણી કરું છું એમાં 50 ટકા કમાણી સપના જોવાની અને 50 ટકા કમાણી કામ કરવાની કરું છું.
In Gujarat on orders over 299/-