You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Facebook Safalatani Gatha
લેખક : વિરલ વૈષ્ણવ
Author : Viral Vaishnav
144.00
160.00 10% off
જગતભરમાં લોકોના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આણનાર અને સોશિયલ નેટવર્ક થકી સમગ્ર વિશ્વને એક અર્થમાં જોડનારી મહાકાય કંપની ‘ફેસબુક’ની સફળતાની ગાથાનું રસપ્રદ અને માહિતીપ્રદ પુસ્તક . શું આપ જાણો છો કે... આખી દુનિયાને જેનું ઘેલું લાગેલું છે તે ફેસબુક સોશિયલ નેટવર્કિંગની પહેલી સાઈટ નહોતી ? ફેસબુકના પ્રણેતા માર્ક ઝુકરબર્ગે ફેસબુકનો આઈડિયા ચોર્યો હોવાનો આરોપ છે? માર્ક ઝુકરબર્ગને પોતાને શરૂઆતમાં પોતાના આઈડિયામાં ભરોસો નહોતો? શરૂઆતમાં ફેસબુક એક એક ડોલર માટે તરસતી હતી અને પછી ધનના ઢગલા થયા હતા ? ફેસબુકનાં પાયામાં સીન પાર્કર નામનો બદનામ શખ્શ કઈ રીતે ઉપયોગી નીવડ્યો હતો ? મૂલ્યોની વાત કરતા માર્ક ઝુકરબર્ગે શું પૈસા કમાવવા માટે મૂલ્યોને નેવે મૂક્યા છે ? શું ફેસબુકે અમેરિકાની ચુંટણીને પ્રભાવિત કરી હતી ? શું ફેસબુક લોકોનો અભિપ્રાય ઘડી કે બદલી શકે છે? ...આવા અનેક સવાલોના જવાબો મળશે ફેસબુકની આ થ્રિલર જેવી દિલધડક કથામાં.
In Gujarat on orders over 299/-