You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Short Stories   >   Social Stories and Love Stories   >   Bijo Chhedo

  • Bijo Chhedo
    Click image to zoom

બીજો છેડો

લેખક : નીલેશ મુરાણી

Bijo Chhedo

Author : Nilesh Murani

 198.00    
 220.00   10% off

  Add to Cart

ABOUT BOOK


નીલેશ મુરાણી પોતાની ઘાટીના એક વિશિષ્ટ વાર્તાકાર છે. એ વારેવા જેવા વાર્તાના દિનરાત વાર્તાને જ વરેલા ગૃપ સાથે જોડાયેલા હોવા છતાં કોઈની છાયામાં આવ્યા વગર પોતાની રીતે વાર્તાઓ લખે છે. વાર્તાના ઘાટ અને માવજત આપવાનાં એમનાં સાધનો પોતિકાં અને બળૂકાં છે. એમની આ વાર્તા સારી કે ચર્ચાસ્પદ છે એમ કહી શકાય પણ આ કે તે વાર્તા પેલા લેખકની પેલી વાર્તાથી પ્રભાવિત છે એમ કહી શકાશે નહીં. એ અર્થમાં એ પોતાનો ચીલો અલગ ચાતરી જાણે છે.

એમણે ''એતદ્'' માં પોતાની વાર્તા ''એકાવન કટિંગ'' મોકલી ત્યારે એનું હાર્દ પકડવામાં મને થોડીવાર થઈ હતી. એ માટે ટેલિફોન પર ચર્ચા કરીને એમની મદદ પણ લેવી પડી હતી. પરંતુ એનો ધ્વનિ એકવાર સ્પષ્ટ થયો ત્યારે બત્રીસ કોઠે દીવા થઈ ગયા હતા. જ્ઞાતિનાં પંચોને વખોડતી અનેક વાર્તાઓ આપણે ત્યાં અને ભગિની ભાષા સાહિત્યમાં લખાઈ છે. પરંતુ આવાં પંચો ન્યાય તોળે છે એની સરખામણી નીલેશ મુરાણીએ આજની સ્થાપિત ન્યાયપ્રણાલી સાથે કરે છે ત્યારે એમાંથી પ્રગટતી વરવી વાસ્તવિક્તા આપણને પુનઃ વિચાર કરવા પ્રેરે છે. એ રીતે આ એક એવી પ્રતિબદ્ધ વાર્તા છે કે જે રાજ્યે સ્વીકારેલી રૂઢિગત

પદ્ધતિઓથી ઉપર ઊઠીને માનવતાનાં મૂલ્યો પ્રત્યે આપણને સભાન કરે છે. પણ નીલેશ મુરાણી ફક્ત આવી પ્રતિબદ્ધ વાર્તાઓ લખી જાણે છે એવું નથી. ''વિન્ટેજ વિસ્કી.'' વાર્તામાં સાસુ-વહુ જે ''તાદાત્મ્ય'' સાધે છે એની હાર્ડકોર રિયાલિટી તો મેં હિન્દી વાર્તાઓમાં પણ જોઈ નથી. તો ''ભીનાં પગલાં'' માં એક ગૃહિણી એવું માને છે કે પોતે સતત કોઈના નિરીક્ષણના વર્તુળમાં છે પરંતુ એ દૂરબીન જ્યારે લેખક ઊંધું કરીને અલગ રીતે માડે છે ત્યારે એ ગૃહિણીની આત્મમુગ્ધતા પાછળની એકલતા પણ વાચક માણી પ્રમાણી શકે છે. તો ''વાસી છાપું'' રોજબરોજ બનતી ઘટનાઓનું પુનરાવર્તન કોઈ પણ નવી લાગતી ઘટના-દુર્ઘટનાઓનું વાસી થઈ ગયેલું છાપું માત્ર છે. એ જાણે છે સૌ ગરીબ કે વસ્તુ બધાનાં સૂરમાં કહેવાયેલી વાત છે. ખેર, બધી વાર્તાઓનાં મૂળ કે ફળમાં જવાની આ જગા નથી એટલે આટલેથી અટકીએ.

કોઈ એક સંગ્રહમાં આટલી સિદ્ધ વાર્તાઓ, અને એ પણ નવોદિત સંગ્રહમાં હોય એ વાત જ નરવી અને ગરવી ગુજરાતી વાર્તાની આજને ચીંધી બતાવે છે. નીલેશ મુરાણી જેવા વાર્તાકારોના હાથમાં આવતીકાલની ગુજરાતી ભાષાનું ભવિષ્ય ઉજળું છે એ ભવિષ્ય બતાવવા માટે જ્યોતિષ જાણવાની જરૂર નથી, વાર્તા પ્રત્યે તમારો કાન સરવો હોય તો પણ બસ. નીલેશ મુરાણીને ‘બીજો છેડો’ માટે શુભેચ્છાઓ.

-કિરીટ દૂધાત.



DETAILS


Title

Bijo Chhedo

Author

Nilesh Murani

Publication Year

2024

ISBN

9789393504845

Pages

136

Binding

Paperback

Language

Gujarati


Icon
Free Shipping

In Gujarat on orders over 299/-

Icon
Express Courier Service

You may also like

Choras Aakash

Choras Aakash

Panna Trivedi     150.00
BuyDetails

Choras Aakash

135.00    150.00
Vinesh Antanini Shreshth Vartao

Vinesh Antanini Shreshth Vartao

Vinesh Antani     250.00
BuyDetails

Vinesh Antanini Shreshth Vartao

225.00    250.00
Franz Kafka Ni Shreshth Vartao

Franz Kafka Ni Shreshth Vartao

Franz Kafka     280.00
BuyDetails

Franz Kafka Ni Shreshth Vartao

252.00    280.00
Okhamandalni Lokkathao

Okhamandalni Lokkathao

Pushkar Chandarvakar     275.00
BuyDetails

Okhamandalni Lokkathao

247.00    275.00
Charulata

Charulata

Rabindranath Tagore     275.00
BuyDetails

Charulata

247.00    275.00
Iva Devno VartaVaibhav

Iva Devno VartaVaibhav

Iva Dev     190.00
BuyDetails

Iva Devno VartaVaibhav

171.00    190.00
Chunilal Madiyano VartaVaibhav

Chunilal Madiyano VartaVaibhav

Chunilal Madiya     300.00
BuyDetails

Chunilal Madiyano VartaVaibhav

270.00    300.00
Ahi Koi Rahetu Nathi

Ahi Koi Rahetu Nathi

Vinesh Antani     199.00
BuyDetails

Ahi Koi Rahetu Nathi

179.00    199.00