You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Novels from Indian Languages > Chh Vigha Jamin
લેખક : ફકીરમોહન સેનાપતિ
Author : Fakir Mohan Senapati
212.00
250.00 15% off
ઊર્જાવાન અને સીમાસ્તંભરૂપ ભારતીય નવલકથા...
ભારતને ખેતીપ્રધાન દેશ ગણાવાય છે. સાહિત્ય સમાજનો આયનો હોય તો સાહિત્યમાં ખેડૂનાયક - નાયિકા કેટલાં? ખેડૂતને આલેખતી ફિલ્મો કેટલી ? લમણે હાથ દેવો પડે.ગાંધીજીના આગમન પહેલાં પ્રેમચંદજી, પન્નાલાલ પટેલ, ફણીશ્વરનાથ રેણુ, તારાશંકર બંદ્યોપાધ્યાયની નવલકથાઓ યાદ આવે. વીસમી સદીના ઉત્તરાર્ધની આ નવલકથાઓ સામે ઓગણીસમી સદીની `છ વીઘા જમીન'' (૧૮૯૮) મૂકીએ તો ખ્યાલ આવશે કે ફકીર મોહન સેનાપતિએ સશક્ત દિશાસંકેત પૂરો પાડેલો.
ટુકડો જમીન ધરાવતા ધર્મભીરુ વણકર ખેડૂદંપતીની અવદશાની આ નવલકથા છે. કોર્ટ-કચેરીના માહિરો જમીન પડાવી લે છે. છતાં આ રચના લાગણીઘેલી નથી. વ્યંગ્યથી, વક્રોકિત નવલકથાનો કથક દોર સંભાળે છે. કથક ક્યારેક છૂપો સમાજ સુધારક લાગે, ક્યારેક ભીરુ, ક્યારેક વેવલી પંડિતાઈ કરતો લાગે. સુજ્ઞ ભાવક પામી જાય છે કે બધું મળીને આ એક પ્રયુક્તિ છે. ભૂમિ વંચિતો પ્રત્યે કથકને, તે દ્વારા લેખકને ભારોભાર અનુકંપા છે તેથી અહીં વ્યાજસ્તુતિનો મહોત્સવ રચાયો છે.
વસ્તુ અને અભિવ્યક્તિ બેઉમાં પ્રસ્તુત, ઊર્જાવાન અને સીમાસ્તંભરૂપ ભારતીય નવલકથા લેખે `છ વીઘાં જમીન'' અવિસ્મરણીય અને ઉત્તમ રચના છે.
- ભરત મહેતા
In Gujarat on orders over 299/-