You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Social Novels & Love Stories > Sandhyadip
જીવનસંધ્યાના સમયે પાછળ વળીને જોયેલું જીવન કેવું દેખાય? વરસો પહેલાં છોડી દીધેલું ગામ, એ મિત્રો, એ સમયના લોકો અને એમની સાથે બનેલી ઘટનાઓની ઉપર વીતેલા જીવનનો પડછાયો ફરી વળ્યો હોય. એક ઉંમરે ક્લોઝ-અપમાં જોયું હોય તે લૉન્ગ શૉટમાં ફેરવાઈ જાય અને પાછલી વયે એ જ બધું ફરી ક્લોઝ-અપમાં દેખાવા લાગે. સંબંધોના અર્થ બદલાઈ જાય. ભૂતકાળની સ્મૃતિમાં વર્તમાનની પીડા ભળે અને એની વચ્ચે સંધ્યાના રંગોમાં નવી આભા પ્રગટાવતો દીવો ટમટમવા લાગે.
વીનેશ અંતાણી કહે છે તેમ ‘સાંધ્યદીપ’ સાંજના ધૂંધળા અજવાશ અને ઊતરતી રાતના અંધારાની વચ્ચે અધૂરપના અહેસાસ અને પૂર્ણતાના આભાસની નવલકથા છે.
In Gujarat on orders over 299/-