You are here: Home > Religion, Spirituality & Philosophy > Hindu Scriptures & Philosophy > Hanuman Ekavan
લેખક : વિરલ વૈષ્ણવ
Author : Viral Vaishnav
144.00
160.00 10% off
હિંદુ ધર્મમાં હનુમાનજીનું સ્થાન અનોખું છે. કોઈ ભક્ત ભગવાનનું પદ મેળવી શકે; તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હનુમાનજી છે. પ્રભુ શ્રીરામના અનન્ય સેવક હનુમાનજી શ્રીરામમાં એવા તો એકાકાર થઈ જાય છે કે, તેઓ સ્વયં પૂજનીય બની ગયા છે. શિવના અગિયારમાં રુદ્ર એટલે કે ભગવાન શિવનાં અંશરૂપ હનુમાનજીનો જન્મ પ્રભુ શ્રીરામના અવતારલીલામાં ભાગ ભજવવા માટે થયો હતો; પરંતુ હનુમાનજીએ ભક્તિનું એવું તો ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું કે, તેઓ સદાને માટે પ્રેરક અને પૂજનીય બની ગયા. ભારત અને ખાસ કરી ગુજરાતમાં હનુમાનજીની પૂજા વ્યાપકપણે થાય છે. ભાગ્યે જ કોઈ એવી સોસાયટી હોય જ્યાં હનુમાનજીની દેરી ન હોય.
આ પુસ્તકમાં હનુમાનજીના જીવનના ૫૧ પાવક પ્રસંગોને અબાલવૃદ્ધ કોઇપણ માણી શકે તે રીતે રજૂ કરવામાં આવ્યાં છે. આ પુસ્તકની વિશેષતા એ છે કે હનુમાનજીના જીવનના જાણીતા પ્રસંગોમાં પણ કેટલીક અજાણી માહિતી આપવામાં આવી છે, તો સાથે હનુમાનજીના જીવનના ઓછા જાણીતા પ્રસંગોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
પુસ્તકમાં દરેક પ્રસંગને ટૂંકમાં છતાં પુરતી વિગતો સાથે આલેખવામાં આવ્યાં છે. પુસ્તકને બજરંગબલીના વિવિધ સ્વરૂપોના ચિત્રોથી સજાવવામાં પણ આવ્યું છે.
In Gujarat on orders over 299/-