You are here: Home > Religion, Spirituality & Philosophy > Hindu Scriptures & Philosophy > RamayanNo Marm
લેખક : મનુભાઈ પંચોળી ''દર્શક''
Author : Manubhai Pancholi 'Darshak'
67.00
75.00 10% off
રામાયણ. આપણી સંસ્કૃતિનો બહુ મોટો આધાર છે આ મહાગ્રંથ. વાલ્મીકીએ કહેલી કથા તુલસીદાસ સુધી અને એ પછી પણ વખતોવખત અનેક કથાકારોએ પોતપોતાની સમજશક્તિ અને વિવેકબુદ્ધિથી ઝીલી છે. સંસ્કૃતમાં લખાયેલું આ મહાકાવ્ય પ્રાકૃત અને લોકબોલી થકી વધારે ઉજળું થયું છે.
આ નાનકડા પુસ્તકમાં સર્જક મનુભાઈ પંચોળી ‘દર્શક’ના બે મહાવ્યાખ્યાન સમાવાયા છે. એમાંનું એક વ્યાખ્યાન મહર્ષિ વાલ્મીકિ લિખિત ‘રામાયણ’ના સંદર્ભમાં છે અને બીજું વ્યાખ્યાન સંત તુલસીદાસ લિખિત ‘રામચરિતમાનસ’ના સંદર્ભમાં છે. વાલ્મીકિ રચિત ‘રામાયણ’ના વ્યાખ્યાનમાં રાજા રામની કથા છે, પ્રકૃતિ સાથેના માણસના સંબંધોની કથા છે. એક આદર્શ રાજા અને આદર્શ નાયકની કથા કરે છે. વાલ્મીકિ ઋષિ રામકથાના સાક્ષી હતા; ભાવક કે શ્રોતા નહીં, એ કારણે આ રામાયણના રામ બહુ જુદા છે. વાલ્મીકિ રામાયણની મહત્તા, વિશેષતા અને સૌંદર્ય દર્શકે મનભરીને ભાવકો સાથે આ દીર્ઘ વ્યાખ્યાનમાં રજૂ કર્યું છે.
બીજું વ્યાખ્યાન સંતકવિ તુલસીદાસ રચિત ‘રામચરિતમાનસ’ વિશે છે. તુલસીદાસ જે કાળમાં થઈ ગયા એ કાળની અસરો અને ધર્મ પર ઉઠી જતી આસ્થા તુલસીદાસે બહુ નજીકથી જોઈ. એ કાળે તુલસીદાસે ‘રામચરિતમાનસ’ની રચના કરી. આ વ્યાખ્યાનમાં તુલસીદાસનું કવિત્વ, એમનું જીવન, એમની જીવનદર્શન દર્શકે રસપ્રદ શૈલીમાં રજૂ કર્યું છે. રામચરિતમાનસ થકી ઊભી થયેલી હકારાત્મકતા, પ્રાકૃત ભાષામાં કહેવાયેલી રામકથાની સામાજિક અસરો, પ્રભુ શ્રી રામનું દિવ્ય સ્વરૂપદર્શન અને સમાજને અપાતો મૂલ્યબોધપાઠ રામચરિતમાનસનું ચરણામૃત છે.
In Gujarat on orders over 299/-