You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Autobiographies & Memoirs > Historical & Political Autobiographies > Duniyani Sauthi Prasann Vyakti ~ The HAppiest Man on Earth
લેખક : એડી જાકુ
Author : Eddie Jaku
315.00
350.00 10% off
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીમાં, નાઝીઓની યાતનાછાવણીઓમાં લાખો યહુદીઓને રીબાવી રીબાવીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા, એ માણસજાતના ઈતિહાસનું એક ભૂલી ન શકાય એવું કાળું પ્રકરણ છે. આ હ્રદયદ્રાવક છતાં અત્યંત પ્રેરણાદાયી આત્મકથા એડી જાકુની છે, જેમણે નરકની યાતના સમાન સાત વરસ આ યાતનાછાવણીઓમાં વિતાવ્યાં અને પછી શરણાર્થી તરીકે બેલ્જિયમ ભાગી છૂટવામાં સફળ રહ્યા. 2021માં તેઓ 101 વર્ષનું આયુષ્ય ભોગવ્યા પછી મૃત્યુ પામ્યા. મૃત્યુના એક જ વર્ષ અગાઉ એમણે 100 વર્ષની વયે આ આત્મકથા લખી અને તે રાતોરાત બેસ્ટસેલર બની ગઈ.
આટઆટલી યાતનાઓ ભોગવ્યા પછી પણ એડી ખુશ રહી શક્યા, એટલે સુધી કે તેઓ પોતાને દુનિયાની સૌથી પ્રસન્ન વ્યક્તિ માનતા. આવું મનોબળ, વિશ્વાસ, હકારાત્મકતા એમણે કઈ રીતે કેળવી તે જાણવા માટે આ પુસ્તક વાંચવું જ રહ્યું. આ એક એવી વિશિષ્ટ કથા છે, જેની શરૂઆત અત્યંત પીડાદાયક છે, પણ અંત સુખદ છે અને વાચકને કોઈ પણ વિષમ પરિસ્થિતીમાં પણ ખુશ રહેવાનું, સુખી થવાનું બળ આપે છે. પુસ્તકમાં એડીની કૌટુંબિક તસ્વીરો સામેલ છે.
પુસ્તકનો વિસ્તૃત પરિચય વાંચવા માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ zoom કરશો.
In Gujarat on orders over 299/-