You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Social Novels & Love Stories > Diksha
નિરાળા વિષયો પરની નવલકથાઓ માટે જાણીતા સર્જક મનીષા ગાલાની કલમે ફરી એક નવતર વિષયની નવલકથા ‘દીક્ષા’ – સાધુતાને પ્રદૂષિત કરનારા પાખંડી ભક્તની પ્રપંચકથા.
વિવિધ સંપ્રદાયોમાં ચાલતા કૌભાંડોની વાત કોઈ નવી નથી. આ કાલ્પનિક કથામાં એક સંપ્રદાય સાથે સંકળાયેલા આર્થિક કૌભાંડોનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. મનુષ્ય પોતાની વ્યક્તિગત આર્થિક લાલસા સંતોષવા પોતાના ધર્મ અને સંપ્રદાયનો કઈ હદે ઉપયોગ કરી શકે, એ કડવું સત્ય ઉજાગર કરતી હિંમતવાન અને બળકટ કૃતિ. આવા વિષય પર ગુજરાતીમાં ભાગ્યે જ કોઈ પુસ્તકો લખાયા હશે. આવા વિષયને સ્પર્શવાની હિંમત દાખવવા બદલ લેખિકા અભિનંદનના અધિકારી છે.
આ કથા જૈન ધર્મની પૃષ્ઠભૂમિ પર આકાર લે છે. લેખિકા પોતે જન્મે જૈન છે અને જૈન શાસ્ત્રોના અભ્યાસુ છે. જૈન ધર્મના એક સંપ્રદાયમાં સમગ્ર ઘટનાઓ બનતી હોય એવું કથામાં દર્શાવાયું છે. જો કે અહીં જે બન્યું એ આજના સમયમાં કોઈપણ ધર્મ કે સંપ્રદાયમાં બની શકે છે. કથામાં જૈન સાધુ-સંઘ, એમાં ય ખાસ કરીને સાધ્વીઓને પડતી મુશ્કેલીઓ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. અહીં કેટલાક અન્ય પ્રશ્નો પણ ઉઠાવાયા છે, જેના સમાધાન મળવાના બાકી છે.
****
દીક્ષા કથા છે જિનયની…
દીક્ષા પ્રાપ્ત કરીને વર્ષો પહેલાં ઘર છોડીને નીકળી ગયેલો જિનય હવે ઘેર પાછો ફરી ચુક્યો છે. સંસારનો ત્યાગ કરવાના નિર્ણય કરતાં સંસારમાં પાછાં ફરવાનો નિર્ણય આટલો મૂશ્કેલ નીવડશે, પોતાના જ સમાજ અને કુટુંબનો સામનો કરવો આટલો આકરો પડશે એવું એણે ધાર્યું નહોતું. જિનયના અત્યંત પ્રતિભાવંત અને સમાજમાં પ્રભાવ ધરાવતા ગુરુ સાથે એને શો વાંધો પડ્યો હશે? ચૌદ વરસ સાધુ જીવન જીવ્યા પછી એવું તે શું બન્યું કે જિનય સંસારમાં પાછો ફર્યો? એની કોઈ મજબૂરી હતી કે કોઈ ભૂલ? કે પછી એણે કોઈ ગુનો કર્યો હતો?
વાચકને જકડી રાખતી આ કથામાં અન્ય મહત્વનાં પાત્રો પણ છે, જેનું સશક્ત નિરૂપણ લેખિકાએ કર્યું છે.
પુસ્તકનાં વિસ્તૃત પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની બેક ઇમેજ Zoom કરશો.
In Gujarat on orders over 299/-