You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Biographies > Historical ~ Political Biographies & Memoirs > Modi @ 20 : Sapana Thaya Saakar
લેખક : સંપાદિત કૃતિ
Author : Edited Work
1020.00
1200.00 15% off
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનકાળનું સરવૈયું ~ વિવિધ ક્ષેત્રનાં નામાંકિત મહાનુભાવોની નજરે.
નરેન્દ્ર મોદીનો ઉદય એ ભારતીય રાજકારણમાં જળવિભાજિત ક્ષણ છે. વાસ્તવમાં, ભારતીય જનમાનસ પર એમના પ્રભાવની અને ઉદ્દભવેલાં નવાં પરિવર્તનોની તીવ્રતા એટલી વ્યાપક છે કે ભારતના રાજકીય ઈતિહાસને એક જુદાં જ દ્રષ્ટીબિંદુથી જોઈએ તો બે ભાગમાં વહેંચી શકાય: 2014 પહેલાં અને પછી.
એમના શાસનકાળ દરમિયાન અમલમાં આવેલી વિવિધ મહત્વાકાંક્ષી યોજનાઓ, ભારતના ભવિષ્ય અને વર્તમાન અંગે એમનો દ્રષ્ટિકોણ, વિકાસ અંગેનું વિઝન, ભારતની રાજનીતિ અને સમાજજીવનમાં થયેલાં પરિવર્તનો અને દૂરગામી અસરો, વૈશ્વિક રાજકારણમાં ભારતનું વધતું જતું કદ, એમની અંગત લોકપ્રિયતાનાં કારણો - જેવાં અનેક મુદ્દાઓ આ મહાનુભાવોએ પોતાના લખાણોમાં આવરી લીધા છે. પ્રસિદ્ધ વિદ્વાનો અને ક્ષેત્રનિષ્ણાતોએ લખેલાં પ્રકરણોનો આ દળદાર ગ્રંથ એક દ્રષ્ટિએ મોદીયુગનો બૃહદ ઇતિહાસ કહી શકાય.
પુસ્તક લખનારા વિદ્વાન લેખકોની યાદી ઉપર આપેલી પુસ્તકની ''''બેક ઇમેજ'''' zoom કરવાથી જોઈ શકાશે.
In Gujarat on orders over 299/-