You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Biographies > Women's Biographies > Katha Collage 2022
લેખક : કાજલ ઓઝા વૈદ્ય
Author : Kajal Oza Vaidya
765.00
850.00 10% off
સ્ત્રી ઈશ્વરનું સુંદરતમ સર્જન છે અને સંબંધ એ સ્ત્રીનું ઉત્તમ સર્જન છે! સીતાથી શરૂ કરીને સની લિઓની સુધી...
રઝિયા સુલતાનથી શરૂ કરીને રેખા સુધી...ગંગાસતીથી શરૂ કરીને ગાયત્રીદેવી સુધી... દરેક સ્ત્રી સ્વભાવ, પ્રકૃતિ, શરીર અને સંવેદનાથી ભિન્ન છે. એને જે ઓળખે છે તે માને છે કે હજી ઘણું જાણવાનું બાકી છે. એમને માટે સ્ત્રી એક આશ્ચર્યચિહ્ન જેવી છે. જે એને નથી જાણતા એને માટે સ્ત્રી એક પ્રશ્નાર્થચિહ્ન જેવી છે. સ્વતંત્ર સ્ત્રી, સ્વમાની સ્ત્રી, સુંદર સ્ત્રી, સાદી સ્ત્રી, સરળ સ્ત્રી, સ્ટુપિડ સ્ત્રી, સાચી સ્ત્રી, સમજદાર સ્ત્રી, સહનશીલ સ્ત્રી, સત્તાની ભૂખી સ્ત્રી કે સંપત્તિ ઝંખતી સ્ત્રી, સપનામાં આવે એવી સંપૂર્ણ – ટેન આઉટ ઑફ ટેન આપી શકાય એવી પર્ફેક્ટ સ્ત્રી... સદીઓથી સ્ત્રીને વસ્તુ તરીકે વેચવામાં અને વહેંચવામાં આવી છે. ‘કથા કોલાજ’નાં આ પાત્રો સ્ત્રીને ‘વ્યક્તિ’ તરીકે પુનઃ પ્રસ્થાપિત કરે છે. સ્ત્રી પણ વિચારી શકે છે, સમય આવ્યે નિર્ણય કરી શકે છે અને પોતે કરેલા નિર્ણયના પરિણામને ભોગવવા માટે અડીખમ ઊભી રહી શકે છે. ‘કથા કોલાજ’ની આ તમામ સ્ત્રીઓની કથા એ વાતનો દસ્તાવેજ છે. આ તમામ પાત્રોને આપણે જોઈએ તો સમજાય કે તદ્દન જુદા જુદા સમયખંડ અને પૃથ્વીના જુદા જુદા ભાગમાં જન્મેલી અને જીવેલી આ સ્ત્રીઓ પાસે એક બાબત સમાન છે, એમનું સત્ય, એમની ભીતરની શક્તિ. કાજલ ઓઝા વૈદ્યની શક્તિશાળી કલમ દ્વારા લિખિત એક વધુ સંપન્ન પુસ્તક.
અગાઉ આ જ નામે કાજલ ઓઝા વૈદ્ય લિખિત 5 ભાગની શ્રેણી પ્રગટ થઈ હતી. એ શ્રેણી હવે આગળ વધે છે. પ્રસ્તુત પુસ્તકમાં આવાં જ નિરાળા એવાં 45 સ્ત્રી-વ્યક્તિત્વોની વાતો વણી લેવાઈ છે.
In Gujarat on orders over 299/-