You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Historical, Mythological & Spiritual Novels > Nagpash : MahaAsur Shreni Vol. 2
લેખક : પરખ ભટ્ટ
Author : Parakh Bhatt
679.00
799.00 15% off
PRE-BOOKING OFFER રૂ. 799/- ને બદલે રૂ. 679/- (અંદાજીત રિલીઝ તા. 1.3.23. રિલીઝ થયા બાદ પુસ્તકની રવાનગી થશે).
****
મહા અસુર શ્રેણીનાં પહેલાં પુસ્તક ‘મૃત્યુંજય’ નાં અનુસંધાનમાં આગળ વધતી કથા ‘નાગપાશ’માં બે ટાઈમલાઈન – ત્રેતાયુગ અને 21મી સદી – છે. એ સિવાય ‘મૃત્યુંજય’ના કેટલાંક વણઉકેલાયેલા રહસ્યો પરથી અહીં પડદો ઉઠાવવામાં આવ્યો છે. દિવ્ય અનુભૂતિઓ, શ્વાસ થંભાવી નાખતા પ્રસંગો અને મંત્ર-તંત્ર-યંત્રના રહસ્યોથી ભરપૂર આ રોમાંચક કથા વાચકો માટે ચોક્કસ એક યાદગાર અનુભવ બની રહેશે.
****
ઉજાગર થવા જઈ રહ્યું છે, રામાયણનું મહાવિધ્વંશક રહસ્ય!
ત્રેતાયુગ, અયોધ્યા : માતા સીતા અને ભ્રાતા લક્ષ્મણ સાથે અયોધ્યા પરત ફરી ચૂકેલાં શ્રીરામ પોતાના સહ્રદયી મહાબલિ હનુમાનને એક રહસ્યમય પાષાણલેખ સમુદ્રમાં પધરાવી દેવાનો આદેશ આપે છે, જેમાં આલેખાયેલાં વિધાનને કારણે સૃષ્ટિનું અસ્તિત્વ જોખમમાં મૂકાઈ શકે એમ છે!
ઇસવીસન ૧૭૫૦, તિરુઅનંતપુરમ્ : ત્રિકાળદર્શી મહામહોપાધ્યાય સત્યેન્દ્રનાથ ભારતવર્ષના સિદ્ધતાંત્રિકો સાથે શ્રી અનંતપદ્મનાભસ્વામી મંદિરના ગુપ્ત ભોંયરામાં નાગપાશ તંત્રપ્રયોગને સંપૂર્ણ વિધિ-વિધાન સાથે પૂર્ણ કરી ચૂક્યા છે! આવનારી કેટલીક સદીઓ માટે એ ભોંયરાનું દ્વાર પવિત્ર નાગબંધમ્ વડે બંધ થઈ જાય છે, જેને શક્તિશાળી ગરુડમંત્ર વિના ઉઘાડવું સંભવ નથી!
ઇસવીસન ૧૭૯૯, શ્રીરંગપટ્ટનમ્ : હજારો હિંદુઓની ક્રૂર હત્યા કરનારો નિષ્ઠુર ઇસ્લામિક શાસક ટીપુ સુલ્તાન પોતાની સાથે એક એવું રહસ્ય લઈને દફન થાય છે, જેનો સીધો સંબંધ કાળની ગર્તામાં ખોવાઈ ચૂકેલી લંકાનગરી સાથે છે! પિતા હૈદર અલી પાસેથી તેને વારસામાં ભારતની એવી કઈ પૌરાણિક વસ્તુ મળી હતી, જેની મદદથી તે અકલ્પનીય કત્લેઆમ મચાવી શક્યો?
વર્તમાન દિવસ, ભારત : આદિકાળથી સનાતન સંસ્કૃતિના જે ગૂઢાતિગૂઢ રહસ્યને પેટાળમાં ધરબી રાખવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા, તે નિષ્ફળ નીવડ્યા છે! આઇ.એસ.આઇ.એસ.ના ખૂંખાર આતંકવાદીઓના નિશાના પર હવે સમગ્ર ભારત છે! ગઝવા-એ-હિન્દના મનસૂબાને સાકાર કરવા માટે તેઓ કરોડો લોકોના નિર્મમ નરસંહાર માટેની તૈયારી પૂર્ણ કરી ચૂક્યા છે! શું વિવાન આર્ય એમના સ્વપ્નને સાકાર થતું રોકી શકશે?
શું શ્રીરામનો લંકા જવાનો ઉદ્દેશ્ય માત્ર સીતાને બચાવવાનો હતો? રામાયણનો એવો કયો કાલાતીત અધ્યાય છે, જે મનુષ્યોથી છુપાવવામાં આવ્યો છે? સૃષ્ટિની તમામ અનિષ્ટ શક્તિઓ જેના વશમાં છે, એવા એકાક્ષ અઘોરી અસુરાધિપત્યની પુનઃસ્થાપના કરવા માટે કયા ભયાવહ વિષચક્રનું નિર્માણ કરી રહ્યા છે?
In Gujarat on orders over 299/-