You are here: Home > Poetry > Poems, Songs & Gazals > Laganina Mijaj
લેખક : મૌલીન શાહ (ડૉ.)
Author : Maulin Shah (Dr)
247.00
275.00 10% off
અમદાવાદના નામાંકિત પીડિયાટ્રિક સર્જન ડૉ. મૌલીન શાહનાં તબીબી જીવનનાં સ્વાનુભવોનું પુસ્તક ‘સર્જનની સંવેદના’ બહોળી પ્રસંશા પામ્યું હતું. એમની આ સંવેદનાયાત્રા આગળ વધે છે કવિતા સ્વરૂપે. આ પુસ્તકનું શીર્ષક આ કાવ્યોના હાર્દને પ્રગટ કરે છે. આ કાવ્યોનું હાર્દ છે લાગણી અને એના ભિન્ન સ્વરૂપો. આ કાવ્યો લાગણીની અભિવ્યક્તિ મુજબ વિવિધ વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે : પ્રીત અને પિયુ, માબાપ, દીકરી-દીકરો, સ્વજન, મૈત્રી, મૌન અને આત્મસંવાદ, આક્રોશ અને વિદ્રોહ, વિરહ અને સંગાથ, વેદના અને હર્ષ.
વાચકને લાગણીભીની સફરે લઇ જતા કુલ 183 જેટલાં કાવ્યોનો સંગ્રહ. પુસ્તકની અંદર એક QR Code છે, જેને સ્કેન કરીને ચૂંટેલી રચનાઓ સર્જકના પોતાના અવાજમાં સાંભળી શકાશે.
In Gujarat on orders over 299/-