You are here: Home > Inspirational, Self Help & Reflective > Inspirational Reflective Writings & Lyrical Essays > Yes to Life ~ Gujarati
લેખક : વિક્ટર ઈ. ફ્રેન્કલ
Author : Viktor E. Frankl
135.00
150.00 10% off
‘માણસ પાસેથી બધું જ છીનવી શકાય છે, સિવાય એક ચીજ : કોઈ પણ પરિસ્થિતિ સામે ઝઝૂમવાની તેની આઝાદી’. ~ જગમશહૂર બનેલાં પુસ્તક ‘મેન્સ સર્ચ ફોર મીનિંગ’ના લેખક વિક્ટર ફ્રેન્કલના પુસ્તકમાં કેન્દ્રસ્થાને આ જ વાત છે. લેખકે પોતે હિટલરની યાતનાશિબિરમાં નરક જેવાં ત્રણ વર્ષ વિતાવ્યા બાદ જીવતા પાછા ફર્યા હતા અને એ પછી એમના અનુભવોએ આધારે લખેલું ઉપરોક્ત પુસ્તક જગવિખ્યાત બન્યું.
પ્રસ્તુત પુસ્તકમાં આ જ વાત આગળ વધે છે. વર્ષો સુધી યાતનાઓ, અત્યાચાર, ભૂખમરાનો ભોગ બનેલા માનવીઓ પણ જીવતા રહેવાની ઝંખનાને કઈ રીતે પોતાની અંદર કઈ રીતે સળગતી રાખતા હશે? કેવી આશા અને શ્રદ્ધાને સહારે એ લોકો જીવતા હશે? દુનિયામાં એકપણ એવો માણસ નથી જેના જીવનમાં સંકટ ન આવ્યું હોય અને નિરાશાનો અંધકાર ન છવાયો હોય. જીવનના ઝંઝાવાતો સામે માણસને ટકાવી રાખતો આશાનો દીપ સદાયે પ્રગટેલો રહે એવી પ્રેરણા આ પુસ્તક આપે છે.
In Gujarat on orders over 299/-