You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Social Novels & Love Stories > The Weekend Wife ~ Gujarati
લેખક : અંકિત દેસાઈ
Author : Ankit Desai
180.00
200.00 10% off
ગુજરાતીમાં ''''ટ્રેન ટેલ્સ'''' અને ''''ડિજિટલી યોર્સ'''' જેવા યુનિક કન્સેપ્ટનાં પુસ્તકો આપનાર યુવાલેખક અંકિત દેસાઈ ફરી એકવાર મજાનો એવો વિશિષ્ટ વિષય લઈને આવ્યા છે. ''''ધ વીકએન્ડ વાઈફ'''' નામની આ નવલકથામાં તેમણે કોરોનાકાળમાં નાગરિકોએ વેઠેલી યાતાનાઓની સાથોસાથ ફેક એક્ટિવિઝમને કથાનું કેન્દ્ર રાખ્યું છે. 2019માં દેશની સંસદમાં પસાર થયેલા સી.એ.એ. અને એન.આર.સી.ના કાયદા, એ કાયદાના સંદર્ભમાં થયેલા આંદોલનો અને પછી તરતના મહિનાઓમાં આવી ચઢેલી મહામારીના બેકડ્રોપમાં ચાલતી નવલકથામાં કેન્દ્રસ્થાને પુત્રનો પિતા માટેનો ઝુરાપો અને ખાલીપો છે. પિતા વિનાના ઘરનો સંતાપ અને પિતા માટે ઝૂરતા પુત્રની આ હૃદયસ્પર્શી કથામાં સમાજ પ્રત્યે સિલેક્ટિવ સંવેદનશીલતા ધરાવતા કહેવાતા સામાજિક કાર્યકરો પોતાની કૌટુંબીક જવાબદારી પ્રત્યે કેવા બેપરવાહ હોય છે એની વાત પણ આવરી લેવામાં આવી છે. દેશની સામાજિક અને રાજકીય ઉથલપાથલ વચ્ચે એક કુટુંબ કઈ રીતે મહામારીનો ભોગ બને છે એ વિશેની રસપ્રદ કથા એટલે ''''''''ધ વીકએન્ડ વાઈફ''''''''.
~~~~~
લોકપ્રિય સર્જક જય વસાવડાએ કરાવેલો આ પુસ્તકનો પરિચય વાંચવા માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ ક્લિક કરશો.
In Gujarat on orders over 299/-