You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Biographies > General Biographies & Pen Portraits > Super 30 ~ Anand Kumar
લેખક : બીજૂ મેથ્યૂ
Author : Biju Mathew
179.00
199.00 10% off
સુપર 30 એ એક શૈક્ષણિક કાર્યક્રમને આપવામાં આવેલું નામ છે, જે પટણામાં રામાનુજન સ્કૂલ ઓફ મેથેમેટિક્સના નેજા હેઠળ ચલાવવામાં આવે છે. પટણામાં જ જન્મેલા આનંદ કુમાર કેમ્બ્રિજ યુનિવર્સીટીમાં પ્રવેશ માટે લાયક તો બન્યા પણ નબળી આર્થિક પરિસ્થિતિને કારણે ત્યાં અભ્યાસ માટે જઈ ન શક્યા. પોતાની બદનસીબીને દોષ દેવાને બદલે એમણે સંઘર્ષ શરુ કર્યો. શરૂઆતમાં સાઈકલ પર ફરીને પાપડ પણ વેચ્યા. છેવટે 2002માં, એમણે પોતાની જેવા જ કમનસીબ વિદ્યાર્થીઓને IIT – JEEની તૈયારી કરાવવા એક અદ્દભુત અને વિશિષ્ટ શાળા એટલે કે સુપર 30ની સ્થાપના કરી. એની સફળતાની ટકાવારી આશ્ચર્યચકિત કરી મૂકે એવી ઊંચી છે. જોતજોતામાં એને વિશ્વની અનોખી શાળાઓની યાદીમાં સ્થાન મળ્યું.
આ એક સંનિષ્ઠ શિક્ષકની અને એમની આ અદ્દભુત શાળાની હૃદયસ્પર્શી કહાણી છે, જેણે કોલસાની ખાણમાં છુપાયેલા હીરાઓને શોધી, એમને નિશુલ્ક શિક્ષણ આપ્યું, એમનામાં રહેલા કૌશલ્યનો અહેસાસ કરાવ્યો. સામાજિક પરિવર્તનના એક ક્રાંતિકારી પ્રયોગનો પરિચય આ પુસ્તક કરાવે છે. આનંદ કુમારના વિવિધ વિદ્યાર્થીઓની અભિવ્યક્તિઓ પણ પુસ્તકમાં સમાવવામાં આવી છે.
In Gujarat on orders over 299/-