You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Historical, Mythological & Spiritual Novels > Karan Ghelo*
લેખક : નંદશંકર તુળજાશંકર મહેતા
Author : Nandshankar Tuljashankar Mehta
247.00
275.00 10% off
ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ધરાવતી નવલકથા સૌ પ્રથમ 1866માં પ્રસિદ્ધ થઇ હતી અને એને ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૌલિક નવલકથા ગણવામાં આવે છે.
આ કથા ગુજરાતના છેલ્લા રાજપૂત શાસક કરણ વાઘેલા (ઈ.સ. 1296-1305)ની વાત કરે છે. ગુજરાત રાજ્યની સૌ પ્રથમ રાજધાની અણહિલવાડ પાટણથી શરુ થતી આ કથા મુઘલ શાસક અલાઉદ્દીન ખીલજીના સામ્રાજ્ય સુધી વિસ્તરે છે. કરણ વાઘેલા મુઘલોની સેના સામે પરાસ્ત થાય છે અને સાથે ગુજરાતમાં શૂરવીર રાજપૂતોના શાસનનો અસ્ત થાય છે. રાજકીય કાવાદાવાઓ, એ સમયના સામાજિક અને ધાર્મિક મુદ્દાઓ, પ્રેમ પ્રસંગો, યુદ્ધો જેવી ઘટનાઓ આ કથાને રોચક બનાવે છે. વિવિધ ઐતિહાસિક ઘટનાઓ, તથ્યો, ધર્મગ્રંથો અને લખાણોનો ઉપયોગ કરીને લેખકે કથાની નમૂનેદાર ગૂંથણી કરી છે.
આટલા વરસો બાદ પણ ગુજરાતી જનમાનસમાં ટકી રહેલી આ કથાનું ઐતિહાસિક મહત્વ જાણવા માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ ક્લિક કરશો.
In Gujarat on orders over 299/-