You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Historical, Mythological & Spiritual Novels > Akhenatan Vol. 2 : Ast
લેખક : આઈ કે વીજળીવાળા (ડો)
Author : I K Vijaliwala (Dr)
225.00
250.00 10% off
ગુજરાતના લોકલાડીલા સર્જક ડૉ. આઈ. કે. વીજળીવાળાની કલમે લખાયેલી રોમાંચથી ભરપૂર ઐતિહાસિક નવલકથા ‘અખેનાતન’નો બીજો ભાગ.
****
જગતના પ્રાચીન ઇતિહાસનું અત્યંત દિલચસ્પ પાત્ર એટલે અખેનાતન. આજથી સાડા ત્રણ હજાર વરસો પહેલાં ઈજિપ્તના અઢારમા વંશના દસમા ફેરો (રાજા) તરીકે અખેનાતનની વરણી થઇ. એ સમયના સમાજમાં ચાલી આવતી ધાર્મિક બદીઓ અને ધર્મનો આધાર લઇ સમાજનું શોષણ કરનાર વ્યવસ્થા એટલી વિકસી હતી કે રાજ્યસત્તા પણ તેની સામે વામણી પુરવાર થઇ. આ વ્યવસ્થા સામે પડવાની હિંમત અખેનાતને કરી. આજના એકેશ્વરવાદના મૂળિયાં અખેનાતને કરેલી ક્રાંતિમાં હોવાનું ઘણા ઇતિહાસવિદ્દો માને છે. ભેદ-ભરમ, કાવાદાવા, વહેમો, જાદુ-ટોના, સત્તા, લડાઈઓ અને ફિલ્મોમાં આવે છે એવી દિલચસ્પ ઘટનાઓથી ભરપૂર જીવન જીવી ગયેલા સમ્રાટ અખેનાતન અને અપ્રતિમ સૌંદર્યની સામ્રાજ્ઞી નેફરટીટીની જીવનકથા પરથી સર્જાયેલી રસપ્રદ નવલકથાનો બીજો અને અંતિમ ભાગ.
આ નવલકથાના સર્જન દરમિયાન લેખકે ઇજીપ્તના ઇતિહાસનું ઊંડું અધ્યયન કર્યું છે અને ઈજિપ્તનો પ્રવાસ પણ ખેડ્યો છે.
In Gujarat on orders over 299/-