You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Autobiographies & Memoirs > Historical & Political Autobiographies > Kashmir Thijela Vamal ~ My Frozen Turbulence in Kashmir
દુર્લભ ગણી શકાય એવું આ પુસ્તક ભવિષ્યમાં ફરી છપાય એવી સંભાવના અત્યારે જણાતી નથી. પુસ્તક 1992ની આવૃત્તિનું છે. પુસ્તકની હાલત જૂની / જર્જરિત હોવા છતાં વાંચી શકાય એવી છે. 600 પાનાંનાં આ દળદાર પુસ્તકની કિંમત માત્ર રૂ. 200/- છે.
****
એંશીના દાયકાના કાશ્મીરમાં, ભારતના વધુ એક વિભાજન માટે તત્પર થયેલા આતંકવાદીઓએ એ સમયના કાશ્મીરના શાસકો અને પડોશી રાષ્ટ્રના પીઠબળથી માથું ઊંચક્યું. સેંકડો નિર્દોષ નાગરિકો અને જવાનોને ભરખી જનારી કાશ્મીરની એ જ્વાળાઓ વરસો સુધી રાષ્ટ્રને દઝાડતી આવી છે. આ પુસ્તકના લેખક અને એ સમયના જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ જગમોહન એ દિવસોના સાક્ષી રહ્યા છે. એક પ્રખર રાષ્ટ્રવાદી અને ઉત્તમ પ્રશાસનિકે સળગતા કાશ્મીરને બચાવવા શું કર્યું અને કાશ્મીરની સમસ્યાના ઉકેલની આડે કેવા અવરોધો હતા એનો પ્રમાણિક દસ્તાવેજ આ પુસ્તક છે. અત્યાર સુધી આપણે ઘણા અંશે જેનાથી અપરિચિત રહ્યા છીએ એવો અલગાવવાદનો ઇતિહાસ અને શેખ અબ્દુલ્લાથી ફારુખ અબ્દુલ્લા સુધીના વંશાધિપતિઓના કાવાદાવા, રાષ્ટ્રદોહ અને ભ્રષ્ટાચારની સિલસિલાબંધ તવારીખ આ પુસ્તકમાં આલેખવામાં આવી છે.
આ કેવળ એક પુસ્તક નથી. રાષ્ટ્રને અલગાવવાદથી બચાવવા, વાવાઝોડામાં એક ખડકની જેમ ઉભા રહેલા શાસનકર્તાના પુરુષાર્થની આપકથા છે. દેશના કમનસીબે, બહુ જ ટૂંકી મુદ્દતમાં જગમોહનની ખુરશીનો ભોગ લેવાયો અને કાશ્મીરમાં આતંકની જ્વાળાઓ ભભૂકતી જ રહી.
જગમોહનજીનો પરિચય વાંચવા માટે ઉપર આપેલી પુસ્તકની ''''''''''''''''બેક ઈમેજ'''''''''''''''' zoom કરશો.
In Gujarat on orders over 299/-