You are here: Home > Fiction : Novels & Short Stories > Short Stories > Stories from World Literature > Hector Hugh Munro Saki Ni Shreshth Vartao
1970માં જન્મેલા સુપ્રસિદ્ધ બ્રિટીશ સર્જક ‘સાકી’ પત્રકાર પણ હતા અને જુદા જુદા દેશોમાં એમને જવાનું થતું. એને લીધે એમની વાર્તાઓમાં વિવિધ દેશોના વિવિધ સ્થળોની વાતો પણ આવે છે. એમની વાર્તાઓમાં કોઈ ને કોઈ રીતે હાસ્યજનક પરિસ્થિતિઓનું નિર્માણ થતું હોય છે. એમના લખાણો ખડખડાટ હસાવે એવાં તો નથી, પણ એમની વિશિષ્ટ લેખનશૈલીમાં એક સૂક્ષ્મ હાસ્યરસ નીતરતો જરૂર જણાય છે. પી..જી. વૂડહાઉસ જેવા વિશ્વપ્રસિદ્ધ હાસ્યલેખકના લખાણોમાં પણ ‘સાકી’ની લેખનશૈલીનો સારો એવો પ્રભાવ જોઈ શકાય છે. પ્રસ્તુત પુસ્તકમાં આવી હળવી શૈલીની કુલ 15 વાર્તાઓનો સમાવેશ થયો છે. વિશ્વસાહિત્યનાં રસિયાઓને ગમે એવો વાર્તાસંગ્રહ.
In Gujarat on orders over 299/-