You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Historical, Mythological & Spiritual Novels > Sikandar Ane Poras
લેખક : નવીન વિભાકર
Author : Navin Vibhakar
225.00
250.00 10% off
મહાન રોમન સમ્રાટ સિકંદરનો ઇતિહાસ આ પુસ્તકમાં નવલકથા સ્વરૂપે રજૂ કરવામાં આવ્યો છે. જેમાં વિભાગ 1માં સિકંદરના જન્મથી લઈને રાજ્યાભિષેક અને તેની વિજયયાત્રાને વર્ણવવામાં આવી છે. વિભાગ 2માં તે ભારત સર કરવા આગળ વધે છે અને રાજા પોરસ સાથે તેનો ભેટો થાય છે એની વાત છે. ઐતિહાસિક નવલકથાઓના રસિયાઓને ગમે એવું આ પુસ્તક છે.
સિકંદર અને પોરસના યુદ્ધપ્રસંગની, પોરસના સ્વાભિમાન, શૌર્ય અને સિકંદરની ઝિંદાદીલીની વાત ખૂબ જાણીતી છે. આપણા ઇતિહાસના પાઠ્યપુસ્તકોમાં પણ સિકંદર અને પોરસના આ પ્રસંગના ઉલ્લેખ છે.
સિકંદર માત્ર 20 વર્ષની વયે મેસેડોનિયાનો શાસક બન્યો અને દુનિયા જીતવા નીકળી પડ્યો. ભારતવિજય એના માટે એક પડકાર હતો. વાયવ્ય ભારતના સરહદી રાજ્યોના રાજાઓની શરણાગતિથી પોરસાયેલા સિકંદરે રાજા પોરસને ઝેલમ કાંઠે હાજર થવા ફરમાન કર્યું. સાડા છ ફૂટ ઉંચા, શૂરવીરતાના પર્યાય જેવા પોરસને એ મંજૂર નહોતું. પોરસે શરણાગતિ ન સ્વીકારી અને પરિણામે સિકંદર અને પોરસની સેનાઓ વચ્ચે યુદ્ધ થયું. અલબત્ત, પોરસના સૈન્યના પરાજય છતાં પોરસની બહાદુરી અને સ્વાભિમાનથી સિકંદર ઘણો પ્રભાવિત થયો. સિકંદરે એનું રાજ્ય પરત કર્યું અને કહે છે કે એનો આશય આવા બાહુબલી રાજાને મિત્ર બનાવી ભારતમાં આગળ વધવાનો હતો.
પુસ્તકના વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ ક્લિક કરશો.
In Gujarat on orders over 299/-